
બાહુબલી બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. હવે નવા અપડેટ મુજબ, પ્રભાસ અને રાજામૌલીએ ‘બાહુબલી 3’ માટે ફરીથી હાથ મિલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બાહુબલી પ્રભાસ અને રાજામૌલીની ફ્રેન્ચાઈઝી છે. આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ‘બાહુબલી 3’ને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે.
તાજેતરમાં પ્રોડ્યૂસર કે.ઇ. જ્ઞાનવેલ રાજાએ ‘બાહુબલી 3’ને લઈને એક અપડેટ આપ્યું છે, જેના પછી ચર્ચા તેજ થઈ ગઈ છે. જ્ઞાનવેલે તેની ફિલ્મ ‘કંગુવા’ના પ્રમોશન દરમિયાન ‘બાહુબલી 3’ની પુષ્ટિ કરી છે. જે બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. લાંબી રાહ જોયા બાદ હવે મેકર્સ બાહુબલી 3 બનાવવાની યોજના બનાવી રહ્યા છે. ‘બાહુબલી 2’ પછી, એવા અહેવાલો હતા કે, નિર્માતાઓ તેનો ત્રીજો ભાગ નહીં બનાવે પરંતુ હવે નિર્માતાઓએ ભાગ 3 માટે પુષ્ટિ કરી છે.
SSMB29માં વ્યસ્ત છે એસએસ રાજામૌલી
એસએસ રાજામૌલી આ દિવસોમાં તેમની અપકમિંગ ફિલ્મ SSMB29માં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં સુપરસ્ટાર મહેશ બાબુ જોવા મળવાના છે. આ ફિલ્મને હાલમાં SSMB29 નામ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મની સ્ટોરી અમેરિકન સુપરહિટ ફિલ્મ સીરિઝ 'ઇન્ડિયાના જોન્સ'ની જંગલ એડવેન્ચર થ્રિલર સાથે જોડાયેલી છે.
રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી’ અને તેની સિક્વલ ‘બાહુબલીઃ ધ કન્ક્લુઝન’એ વિશ્વભરમાં લગભગ રૂ. 1,550 કરોડની કમાણી કરી હતી. બાહુબલી સાઉથ સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. હવે ફેન્સ તેના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.