
IPL 2025ની 34મી મેચ દરમિયાન, પ્રિટી ઝીંટા (Preity Zinta) અને વિરાટ કોહલી (Virat Kohli) નો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો, જેનાથી ફેન્સમાં ઉત્સાહ વધી ગયો હતો. પ્રિટી ઝીંટા (Preity Zinta) એ પોતે આ ક્ષણ પાછળનું સત્ય કહીને ફેન્સના દિલ જીતી લીધા છે. જાણો બંને વચ્ચે કઈ ખાસ વાતચીત થઈ હતી.
પ્રિટીએ વિરાટ સાથેની મુલાકાત વિશે વાત કરી
જ્યારે એક ફેને ટ્વિટર પર પ્રિટી (Preity Zinta) ને ટેગ કરીને પૂછ્યું કે, વાયરલ ફોટોમાં તે અને વિરાટ કોહલી (Virat Kohli) શું વાત કરી રહ્યા છે, ત્યારે પ્રિટીએ હૃદયસ્પર્શી રીતે જવાબ આપ્યો. તેણે કહ્યું કે તે અને વિરાટ એકબીજાને પોતપોતાના બાળકોના ફોટા બતાવી રહ્યા હતા અને તેમના વિશે વાત કરી રહ્યા હતા. પ્રિટીએ કહ્યું કે જ્યારે તેણે 18 વર્ષ પહેલા પહેલી વાર વિરાટને જોયો હતો, ત્યારે તે એક ઉત્સાહી યુવાન ક્રિકેટર હતો અને તેનામાં હજુ પણ એ જ જુસ્સો છે, ફરક માત્ર એટલો છે કે હવે તે એક મહાન ખેલાડી અને પ્રેમાળ પિતા બની ગયો છે.
https://twitter.com/realpreityzinta/status/1916790243816001997
પ્રિટી ઝીંટા શ્રેયસ અય્યરના પણ કર્યા વખાણ
પ્રિટીએ માત્ર વિરાટ કોહલીના જ વખાણ નથી કર્યા, પરંતુ તેણે શ્રેયસ અય્યરર પ્રત્યે પ્રેમ અને આદર પણ વ્યક્ત કર્યો હતો. તેણે શ્રેયસને એક નમ્ર, અત્યંત વ્યૂહાત્મક અને આક્રમક કેપ્ટન તરીકે વર્ણવ્યો, જે મેદાન પર જુસ્સાથી ભરેલો છે પરંતુ પોતાના અંગત જીવનમાં ખૂબ જ નમ્ર વ્યક્તિ છે. પ્રિટીએકહ્યું કે શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સનો કેપ્ટન બનાવવો એ તેનું સૌથી મોટું લક્ષ્ય હતું અને આખું ઓક્શન તેની આસપાસ ફરતું હતું.
https://twitter.com/realpreityzinta/status/1916774745908879860
પ્રિટીએ ફેન્સના પ્રશ્નોના જવાબ આપ્યા
જ્યારે બીજા એક ફેને પ્રિટીને તેના પતિ વિશે પૂછ્યું, ત્યારે તેણે ખૂબ જ રમુજી રીતે જવાબ આપ્યો કે તે તેના પતિને પ્રેમથી 'પતિ પરમેશ્વર' કહે છે. તેના જવાબથી ફેન્સ હસી પડ્યા અને તેણે ફરી એકવાર તેના ખુશમિજાજ વ્યક્તિત્વથી બધાનું દિલ જીતી લીધું.
પ્રિટીની ફેવરિટ ફિલ્મો કઈ છે?
પોતાની અભિનય કારકિર્દીને યાદ કરતાં, પ્રિટીએ ખુલાસો કર્યો કે 'ક્યા કહેના' અને 'વીર ઝારા' તેના હૃદયની સૌથી નજીક છે. તેણે કહ્યું કે 'ક્યા કહેના' તેની પહેલી સાઈન કરેલી ફિલ્મ હતી અને 'વીર ઝારા' માં તેને યશ ચોપરા જેવા મહાન દિગ્દર્શક સાથે કામ કરવાની તક મળી, જે તેની કારકિર્દીનો ખૂબ જ ખાસ ભાગ હતો.
ઉલ્લેખનીય છે કે પ્રિટી ઝીંટા માત્ર એક સફળ અભિનેત્રી જ નહીં, પણ એક સફળ બિઝનેસવુમન પણ છે. તે PZNZ મીડિયા પ્રોડક્શન કંપનીની ફાઉન્ડર છે, તેમજ 2008થી પંજાબ કિંગ્સ (PBKS) ની કો-ઓનર છે. આ ઉપરાંત, તેણે 2017માં સ્ટેલેનબોશ કિંગ્સ નામની ટીમની માલિકી સાથે T20 ગ્લોબલ લીગમાં પણ પ્રવેશ કર્યો હતો.