
જાણીતા યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્હાબાદિયાને કોમેડિયન સમય રૈનાના શો 'ઈન્ડીયાઝ ગોટ લેટેન્ટ' પર કરવામાં આવેલી એક અશ્લીલ મજાક કરવાની ભારે પડી ગઈ છે. જેને લઈને હવે તેની ખૂબ ટીકા થઇ રહી છે. મામલો એટલો બધો આગળ વધી ગયો કે રણવીર સહિત ઘણાં લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
અશ્લિલતા ફેલાવવા બદલ FIR : CM સરમાનું ટ્વિટ
આસામ પોલીસે રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, પોલીસે રણવીર સહિત સમય રૈના, જસપ્રીત સિંહ, આશીષ ચંચલાની, અપૂર્વ મખીજા સહિત અન્ય વિરુદ્ધ FIR દાખલ કરી છે. તેમણે પોસ્ટમાં કહ્યું કે, અશ્લિલતા ફેલાવવા બદલ યુટ્યુબર્સ અને ઈન્ફ્લુઅન્સ આશીષ ચંચલાની, જસપ્રીત સિંહ, અપૂર્વા મખીજા અને અન્યોના નામ પણ FIRમાં સામેલ કરાયા છે.
રણવીરે 'ઈન્ડીયાઝ ગોટ લેટેન્ટ' પેરેન્ટ્સની અશ્લિલ મજાક કરી હતી, ત્યારબાદ તે ટ્રોલર્સના નિશાને આવી ગયો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પણ રણવીરના મુદ્દાને ધ્યાને લીધો છે અને યૂટ્યુબને પત્ર લખ્યો છે. તેમના વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ રહી છે.
https://twitter.com/himantabiswa/status/1888955075906961727
રણવીર અલ્હાબાદિયાએ માંગી માફી
આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા (YouTuber Ranveer Allahbadia)એ માફી માંગતા જણાવ્યું હતું કે, 'મારી કોમેન્ટ ફક્ત અયોગ્ય જ નહી પણ રમુજી પણ નહોતી. કોમેડી મારો ખાસ ગુણ નથી. તમારામાંથી ઘણાએ મને પૂછ્યું છે કે, શું હું મારા પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ કરવા માંગુ છું. દેખીતી રીતે હું તેનો આ રીતે ઉપયોગ કરવા માંગતો નથી. જે બન્યું તેની પાછળ હું કોઈ તર્ક આપીશ નહીં. હું તો અહીં માફી માંગવા આવ્યો છું.'
https://twitter.com/BeerBicepsGuy/status/1888876474947510492
શું હતો સમગ્ર મામલો?
હકીકતમાં કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ' (Indias Got Latent Show)માં હાજર રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને તેના માતા-પિતાના અંગત જીવન સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો. જેને લઈને લોકો તરત જ ગુસ્સે ભરાયા ગયા હતા અને લોકોએ સમય અને રણવીર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ કેસમાં હવે રણવીર અલ્હાબાદિયા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ માખીજા ઉર્ફે રેબેલ કીડ, કોમેડિયન સમય રૈના અને શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ના આયોજકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ ભડક્યા
હવે આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, 'મને પણ આ અંગે માહિતી મળી છે. જો કે, મેં તે જોયું નથી. મને ખબર પડી છે કે તેમાં એવા નિવેદનો આપવામાં આવ્યા છે કે જેમાં અશ્લીલતા હતી, જે બિલકુલ ખોટું છે. વાણી સ્વાતંત્ર્ય દરેક માટે છે પણ જ્યારે આપણે બીજાની સ્વતંત્રતા પર અતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થઇ જાય છે. આ બરાબર નથી. દરેકની પોતાની મર્યાદા હોય છે, અમે અશ્લીલતા માટે પણ નિયમો નક્કી કર્યા છે. જો કોઈ તેમને ઓળંગશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.'
https://twitter.com/ANI/status/1888846803245957457