બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન તેના પર થયેલા હુમલા બાદ પહેલીવાર કોઈ ઈવેન્ટમાં દેખાયો. તે મુંબઈમાં નેટફ્લિક્સ ઈવેન્ટમાં પહોંચ્યો હતો. આ અભિનેતા હાલમાં તેની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન, તે હાથમાં કાળી ક્રેપ બેન્ડેજ પહેરેલો જોવા મળ્યો હતો.
સૈફ અલી ખાન તેની આગામી ફિલ્મ 'જ્વેલ્સ થીફ: ધ હાઈસ્ટ બિગિન્સ'ની જાહેરાત માટે પહોંચ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે જયદીપ અહલાવત પણ જોવા મળશે. તાજેતરના કઠિન અનુભવો છતાં, સૈફે આ પ્રોજેક્ટ માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતી વખતે પોતાનો ચાર્મ જાળવી રાખ્યો.
ઘર પર હુમલો થયો હતો
તમને જણાવી દઈએ કે 16 જાન્યુઆરીએ સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થિત ઘરે હુમલો થયો હતો. ચોરીના ઈરાદે આવેલા ઘુસણખોરે અભિનેતાને પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં અભિનેતાને ઘણી ઈજા થઈ હતી.
સૈફને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં છરી કાઢવા માટે તાત્કાલિક સર્જરી કરવામાં આવી. પાંચ દિવસ પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ત્યારથી તેના નિવાસસ્થાનની આસપાસ સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
નેટફ્લિક્સ પર આવી રહી છે ફિલ્મ
સૈફની આગામી ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આમાં, એક પાવરફુલક્રિમીનલ દુનિયાના સૌથી મોંઘા હીરાની ચોરી કરવા માટે એક ચોરને રાખે છે. આ પછી, યોજનામાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે અને આમ ફિલ્મ ખૂબ જ રસપ્રદ પોઈન્ટ પર પહોંચે છે.
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મ દ્વારા OTT પ્રોડક્શનમાં ડેબ્યુ કરશે. તેણે 'પઠાણ' અને 'વોર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું પણ દિગ્દર્શન કર્યું છે. શાનદાર કલાકારો, ઇન્ટેન્સ હાઈસ્ટ નેરેટિવ અને હાઈ એનર્જી એક્શનના વચન સાથે, 'જ્વેલ્સ થીફ: ધ હાઈસ્ટ બિગિન્સ' વર્ષની મોસ્ટ અવેઈટેડ નેટફ્લિક્સ રિલીઝમાંની એક બનવા જઈ રહી છે.