
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની તબિયતમાં હવે ઘણો સુધારો થયો છે. મંગળવારે અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી ઘરે આવતા પહેલા, સૈફ અલી ખાન રિક્ષા ચાલકને મળ્યો જેણે તેનો જીવ બચાવ્યો. તે રિક્ષા ચાલકનું નામ ભજન સિંહ રાણા છે. સૈફ ભજન સિંહને મળ્યો અને બંનેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: સૈફ અલી ખાન કેસ: પોલીસને બાંદ્રા તળાવ પાસે મળ્યો છરીનો ત્રીજો ટુકડો
ફોટો વાયરલ થયા
મંગળવારે જ સૈફ હોસ્પિટલમાં રિક્ષા ચાલકને મળ્યો હતો. આ ફોટોમાં સૈફ સફેદ શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેણે કાળા ચશ્મા પહેર્યા છે. સૈફે રિક્ષા ચાલક સાથે બેસીને તેના ખભા પર હાથ રાખીને ફોટો પડાવ્યો. આ ફોટોમાં બંને હસતા અને વાતો કરતા જોવા મળે છે. ફોટોમાં ભજન સિંહ માસ્ક પહેરેલા જોવા મળે છે. સોશિયલ મીડિયા પરના અહેવાલો અનુસાર, સૈફે રિક્ષા ચાલકને તેની મદદ બદલ ઈનામ આપ્યું હોવાનું કહેવાય છે. જોકે, રિક્ષા ચાલકે ઇન્ટરવ્યુમાં ઈનામ વિશે કંઈ જણાવ્યું નથી.
https://twitter.com/ians_india/status/1881979744063009109
સૈફે શું કહ્યું?
સૈફે રિક્ષા ચાલકની પ્રશંસા કરી અને કહ્યું, 'તમે આ રીતે બધાને મદદ કરતા રહો.' તે હસ્યો અને કહ્યું, 'તમને તે દિવસનું ભાડું ચૂકવવામાં નહતું આવ્યું, પણ તમને તે મળશે. જો તમને જીવનમાં કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય, તો મને યાદ કરજો.' સૈફની સાથે તેની માતા શર્મિલા ટાગોરે પણ ભજન સિંહનો આભાર માન્યો. તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ મધ્યરાત્રિએ હુમલો થયો હતો. ચોરે સૈફ પર છ વાર છરી વડે હુમલો કર્યો. જે બાદ તે લોહીથી લથપથ થઈ ગયો હતો. સૈફને તેના પુત્રો ઈબ્રાહિમ અને તૈમૂર રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા. સૈફને મદદ કરવા બદલ એક સંસ્થાએ રિક્ષા ચાલકને 11 હજાર રૂપિયાનું ઇનામ પણ આપ્યું છે.