
દેશની પહેલી અને સૌથી મોટી ટેનિસ-બોલ ટી-10 ક્રિકેટ લીગ-ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)એ પોતાની ત્રીજી સિઝન પહેલા મોટી જાહેરાત કરી છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હવે ISPLની નવી દિલ્હી ફ્રેન્ચાઇઝીના માલિક હશે. આ નવી ટીમ ISPLમાં તે સમયે સામેલ કરવામાં આવી છે જ્યારે લીગે પોતાની બીજી સિઝનમાં રેકોર્ડ પોપ્યુલારિટી મેળવી છે.
સલમાન ખાને ખુદ ISPLની નવી દિલ્હી ફ્રેન્ચાઇઝીને ખરીદવાની જાહેરાત કરી છે. સુપરસ્ટાર સલમાન ખાને ઇંસ્ટાગ્રામ પોસ્ટ કરતા લખ્યુ- ISPL સાથે રોડથી સ્ટેડિયમ સુધી ક્રિકેટની જર્ની શરૂ કરવા માટે એક્સાઇટેડ છું.
અમિતાભ બચ્ચન સહિત કેટલાટ સ્ટાર છે ટીમના માલિક
ક્રિકેટ અને બોલિવૂડના અનોખા મેલને કારણે ISPLએ તમામ ઉંમરના દર્શકોને આકર્ષિત કર્યા છે. હવે સલમાન ખાન પણ ISPLની તે સેલિબ્રિટી ટીમના ઓનર્સની યાદીમાં સામેલ થઇ ગયો છે જેમાં પહેલાથી જ અમિતાભ બચ્ચન( માઝી મુંબઇ), સૈફ અલી ખાન અને કરીના કપૂર (ટાઇગર્સ ઓફ કોલકાતા), અક્ષય કુમાર (શ્રીનગરના વીર), સૂર્યા (ચેન્નાઇ સિંગમ્સ), ઋતિક રોશન (બેંગ્લોર સ્ટ્રાઇકર્સ) રામ ચરણ (ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ) જેવા મોટા નામ સામેલ છે.