
22 એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો જેમાં લગભગ 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાના 15મા દિવસે ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો અને પછી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું. લગભગ ત્રણ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધનો 10 મેના રોજ યુદ્ધવિરામ સાથે પૂર્ણવિરામ થઈ ગયો.
બોલિવૂડ અને ટીવી સેલિબ્રિટીઓએ પહેલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામ પર ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે ઘણા બોલિવૂડ સુપરસ્ટાર્સના મૌનની પણ નોંધ લીધી. સલમાન ખાન (Salman Khan) પણ તેમાંથી એક છે. સલમાન (Salman Khan) એ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી પણ ઓપરેશન સિંદૂર પર મૌન રહ્યો. તેણે ત્રણ દિવસથી એક પણ પોસ્ટ પોસ્ટ નહતી કરી.
સલમાન ખાને યુદ્ધવિરામ પર વાત કરી
આવી સ્થિતિમાં, સલમાન ખાન (Salman Khan) એ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાત બાદ પોસ્ટ કરતાની સાથે જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. 10 મેના રોજ સાંજે 5 વાગ્યે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી અને સલમાન ખાને રાત્રે 9 વાગ્યે પોતાના એક્સ હેન્ડલપર એક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે, "યુદ્ધવિરામ માટે ભગવાનનો આભાર." આ પોસ્ટ કરતા જ સોશિયલ મીડિયા પર લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો.
લોકો સલમાન પર ગુસ્સે થયા
લોકો કહી રહ્યા છે કે તેણે ઓપરેશન સિંદૂરના સમર્થનમાં પોસ્ટ કેમ ન કરી અને હવે તે યુદ્ધવિરામ પર પ્રતિક્રિયા કેમ આપી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વિવાદ વધ્યા પછી તરત જ, સલમાન ખાને તે પોસ્ટ હટાવી દીધી. આનાથી પણ લોકોમાં ગુસ્સો ફેલાઈ રહ્યો છે. સલમાન ઉપરાંત શાહરૂખ ખાન અને આમિર ખાનના મૌનથી લોકોને આશ્ચર્ય થયું છે. કેટલાક લોકો સલમાન ખાનના પક્ષમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સલમાન ખાન (Salman Khan) છેલ્લે ફિલ્મ 'સિકંદર'માં જોવા મળ્યો હતો જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી અને અભિનેતાને તેના અભિનય માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.