બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન હાલમાં તેની ફિલ્મ 'સ્કાઈ ફોર્સ' લઈને ચર્ચામાં છે. જો કે દર્શકોએ તેના પરફોર્મન્સને કંઈ ખાસ પસંદ કર્યું નથી. આ દરમિયાન સારા અલી ખાન કોઈ વ્યક્તિને ડેટિંગ કરી રહી છે. તે ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે હજુ સુધી સારાએ પોતાના રિલેશનશીપની સત્તાવાર જાહેરાત કરી નથી. હકીકતમાં સારા અર્જુન બાજવાને ડેટ કરી રહી છે તેવી અફવા ઊડી રહી છે. જો કે તેઓએ આ અફવાઓની નકારી કાઢી હતી. હાલમાં જ રાજસ્થાનમાં ફરતા બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે.

