Home / Entertainment : Shah Rukh Khan among the top 10 richest actors in the world

દુનિયાના ટોચના 10 સૌથી ધનિક અભિનેતામાં શાહરૂખ ખાન સામેલ, જાણો કોણ છે સૌથી અમીર?

દુનિયાના ટોચના 10 સૌથી ધનિક અભિનેતામાં શાહરૂખ ખાન સામેલ, જાણો કોણ છે સૌથી અમીર?

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન ન માત્ર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા અભિનેતાઓમાંથી એક છે. પરંતુ તે બોલિવૂડનો સૌથી ધનિક અભિનેતા પણ છે. પરંતુ હવે તેની સંપત્તિ અને ખ્યાતિનો વૈભવ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દેખાય રહ્યો છે. શાહરૂખ ખાન વિશ્વના ટોચના 10 સૌથી ધનિક કલાકારોની યાદીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એસ્ક્વાયર મેગેઝિનની 2025ના ટોચના 10 સૌથી ધનિક કલાકારોની યાદીમાં શાહરૂખ ખાન ચોથા ક્રમે છે. તે જેકી ચેન અને ટોમ હેન્ક્સ જેવા કલાકારોથી પણ ઉપર છે. તેની કુલ સંપત્તિ કેટલી છે?

શાહરુખ ખાનની સંપત્તિ

આ યાદીમાં શાહરૂખ ખાનની સંપત્તિ $87.65 કરોડ હોવાનો અંદાજ છે. ભારતીય ચલણમાં આ રકમ 7380.93 કરોડ થાય છે. આટલી બધી સંપત્તિ સાથે શાહરૂખ ખાન વિશ્વનો ચોથો સૌથી ધનિક અભિનેતા છે. અભિનય ઉપરાંત શાહરૂખ ખાનની આવક તેના પ્રોડક્શન હાઉસ, VFX પોસ્ટ પ્રોડક્શન કંપની, એન્ડોર્સમેન્ટ અને IPL ટીમમાંથી આવે છે.

વિશ્વના સૌથી ધનિક અભિનેતા

આ યાદીમાં હોલિવુડ સ્ટાર આર્નોલ્ડ શ્વાર્ઝેંગર પ્રથમ ક્રમે છે. તેની કુલ સંપત્તિ $1.49 બિલિયન હોવાનો અંદાજ છે. આ પછી ડ્વેન 'ધ રોક' જોહ્ન્સન બીજા સ્થાને છે, જેની સંપત્તિ 1.19 અબજ ડોલર છે. શાહરૂખ ખાનથી બરાબર ઉપર ત્રીજા નંબરે ટોમ ક્રૂઝ છે. તેની કુલ સંપત્તિ $891 મિલિયન છે.

આ યાદીમાં જ્યોર્જ ક્લુની પાંચમા સ્થાને છે, તેની કુલ સંપત્તિ $742 મિલિયન હોવાનો અંદાજ છે. આ ઉપરાંત આ યાદીમાં રોબર્ટ ડી નીરો છઠ્ઠા સ્થાને, બ્રેડ પિટ સાતમા સ્થાને, જેક નિકોલ્સન આઠમા સ્થાને, ટોમ હેન્ક્સ નવમા સ્થાને અને જેકી ચેન દસમા સ્થાને છે.

ટીવીથી બોલિવૂડ સુધીની સફર

શાહરૂખ ખાન એવા પસંદગીના કલાકારોમાંથી એક છે જેણે ટીવીની દુનિયાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને પછી મોટા પડદા પર ખૂબ ખ્યાતિ મેળવી. શાહરૂખ ખાન પહેલી વાર 1989માં ટીવી સીરિઝ 'ફૌજી'માં દેખાયો હતો. આ પછી તેણે 'સર્કસ' સીરિયલમાં પણ કામ કર્યું. પછી શાહરૂખ ખાને મોટા પડદાની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' એ તેના કરિયરની દિશા હંમેશા માટે બદલી નાખી.

 

Related News

Icon