Home / Entertainment : Shah Rukh Khan's 'Circus': iconic show will telecast Doordarshan

શાહરૂખ ખાન ફેન્સને ફરી એકવાર બતાવશે 'સર્કસ': આઇકોનિક શો આ દિવસથી દૂરદર્શન પર મચાવશે ધૂમ

શાહરૂખ ખાન ફેન્સને ફરી એકવાર બતાવશે 'સર્કસ': આઇકોનિક શો આ દિવસથી દૂરદર્શન પર મચાવશે ધૂમ

એક જમાનામાં દૂરદર્શન પર લોકો ફીદા હતા. અને તેમા આવતા કાર્યક્રમ માટે લોકો કાગડોળે રાહ જોઈને બેસતાં હતા. આવી અનેક ભુલાઈ ગયેલી યાદો છે, જે હવે દર્શકો માટે સોનેરી ક્ષણોથી ઓછી નથી. હવે આવા ઘણા શો દૂરદર્શન પર ફરીથી પ્રસારિત કરવામાં આવ્યા છે, જે દર્શકોને જૂના દિવસોની યાદ અપાવતા હતા. તાજેતરમાં જ શાહરૂખ ખાનનો હિટ શો 'ફૌજી' ફરીથી ટેલિકાસ્ટ થયો હતો. 'ફૌજી 2'ના પ્રીમિયર પહેલા, અભિનેતાના 'ફૌજી'ના આઠ એપિસોડ પ્રસારિત થયા હતા. તે જ સમયે, હવે શાહરૂખ ખાનનો વધુ એક મજેદાર શો દર્શકોનું મનોરંજન કરવા માટે પાછો આવી રહ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'સર્કસ' ક્યારે જોઈ શકો છો?

શાહરૂખ ખાન હવે 'સર્કસ' દ્વારા દર્શકોનું મનોરંજન કરવા માટે ફરી પાછો ફરી રહ્યો છે. દૂરદર્શને તેના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને 'સર્કસ'ના પુનઃપ્રસારણની સત્તાવાર જાહેરાત કરી. દૂરદર્શને 'સર્કસ'માંથી શાહરૂખ ખાનની કેટલીક ઝલક શેર કરી અને ટ્વીટ કર્યું, 'એ કેવા દિવસો હતા, જ્યારે શાહરૂખ અમારા ટીવી સ્ક્રીન પર સર્કસમાં બબલી પાત્રમાં દેખાતો હતો. અમે એ જ યાદો સાથે પાછા ફર્યા છીએ. સર્કસ જુઓ, સોમવારથી શુક્રવાર, બપોરે 12:00 કલાકે માત્ર ડીડી નેશનલ પર.

'સર્કસ' મંડળ

'સર્કસ'માં સર્કસ મંડળના સભ્ય શેખરનની ભૂમિકા શાહરૂખની શરૂઆતની ભૂમિકાઓમાંની એક હતી અને જેઓ નેવુંના દાયકામાં દૂરદર્શન જોઈને મોટા થયા હતા તેઓને તે આજે પણ યાદ છે. વિકી અઝીઝ મિર્ઝા અને કુંદન શાહ દ્વારા દિગ્દર્શિત, સર્કસ સ્ટાર્સ રેણુકા શહાણે, પવન મલ્હોત્રા શાહરૂખે 1989 માં 'ફૌજી' દ્વારા ટીવીમાં પ્રવેશ કર્યો હતો. અને 1992માં આવેલી 'દીવાના' તેની પહેલી બોલિવૂડ ફિલ્મ હતી.

આ પણ વાંચો : શાહરુખ-કાજોલની આ સુપરહિટ ફિલ્મની બનશે સિક્વલ, ફિલ્મમાં કિંગ ખાન બન્યો હતો વિલન

'સર્કસ' ઘણી વખત રી-ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું
'સર્કસ' મૂળ રૂપે 1989 અને 1990 ની વચ્ચે પ્રસારિત થયું હતું અને લોકપ્રિય માંગ પર 2017 અને 2018 માં ફરીથી પ્રસારિત થયું હતું. આ પછી, તે કોરોના સમયગાળા દરમિયાન 28 માર્ચ, 2020 થી ફરીથી પ્રસારિત કરવામાં આવ્યું હતું. તે જ સમયે, હવે તે ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મની વાત કરીએ તો તે તેની પુત્રી સુહાના ખાન સાથે 'કિંગ'માં જોવા મળશે.

Related News

Icon