Home / Entertainment : Shiv Shakti serial in controversy news

શિવ શક્તિ સિરિયલ વિવાદમાં, લોકો થયા ગુસ્સે, પૂછ્યું- બજરંગ દળ અત્યારે ક્યાં છે?

શિવ શક્તિ સિરિયલ વિવાદમાં, લોકો થયા ગુસ્સે, પૂછ્યું- બજરંગ દળ અત્યારે ક્યાં છે?

કલર્સ સિરિયલ શિવ શક્તિ (Shiv Shakti) તપ ત્યાગ તાંડવ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. જો કે આ શો હાલમાં વિવાદોમાં ઘેરાયેલો છે. સીરિયલની એક ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ક્લિપ જોયા બાદ લોકો ખૂબ ગુસ્સે છે. લોકોએ મેકર્સ પર સવાલો ઉઠાવ્યા છે. આ ક્લિપમાં દેવી પાર્વતી પર ઘોડાઓ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે અને ભગવાન શિવ ત્યાં ઊભા છે. લોકોનું કહેવું છે કે પુરાણોમાં આવી કોઈ ઘટના નથી, તો મેકર્સ તેને ટીવી પર કેવી રીતે ટેલિકાસ્ટ કરી શકે. એક યુઝરે પૂછ્યું બજરંગ દળ અત્યારે ક્યાં છે?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઘોડાઓએ દેવી પાર્વતી પર હુમલો કરતા યુઝર્સ ભડક્યા

આ ક્લિપ Reddit પર શેર કરવામાં આવી છે. ક્લિપમાં દેવી પાર્વતીને (Goddess Parvati) ઘોડાઓ પીછો કરતા જોવા મળે છે અને માતા પાવર્તી (Goddess Parvati) પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળે છે. આ દરમિયાન તેઓ પડી જાય છે અને તેમને ઈજા થાય છે, પછી તે પોતાના પગ પર ઉભા રહે છે અને બે ઘોડાઓ પર નિયંત્રણ રાખે છે. તેમજ ભગવાન શિવ (Lord Shiva) ઉભા છે અને માતા પાર્વતી પર આ હુમલો જોઈ રહ્યા છે.

રાક્ષસોની સામે ભગવાન ગણેશનું નૃત્ય

ક્લિપમાં એ પણ જોવા મળે છે કે એક અસુર ભગવાન ગણેશના (Lord Ganesha)મનને નિયંત્રિત કરે છે. તે તેમને રાક્ષસોની સામે નૃત્ય કરાવે છે, જ્યારે ત્યાં ઊભેલા લોકો ભગવાન ગણેશ પર હસે છે. આ પછી ભગવાન શિવ અને માતા પાર્વતી ભગવાન નારાયણનો જયજયકાર કરે છે અને કૈલાસમાં શાંતિ લાવવાની વાત કરે છે. 

સોશિયલ મીડિયા યુઝર્સ શું કહે છે?

ટીવી પર આ એપિસોડ પ્રસારિત થતાં જ લોકો ગુસ્સે થઈ ગયા હતા. એક યુઝરે વિડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે, એક યુઝરે લખ્યું કે શા માટે કોઈ હિન્દુ સંગઠન આની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રહ્યું નથી. એક યુઝરે તેમને ઈશનિંદા ગણાવી છે. એક યુઝરે પૂછ્યું- બજરંગ દળની સૌથી વધુ જરૂર હોય ત્યારે ક્યાં છે?

Related News

Icon