Home / Entertainment : Singer Lucky Ali is ready to marry for the fourth time like his father

Chitralok / સિંગર લકી અલી પિતાના નકશે કદમ પર, 66 વર્ષની ઉંમરે ચોથા મેરેજ કરવા છે તૈયાર

Chitralok / સિંગર લકી અલી પિતાના નકશે કદમ પર, 66 વર્ષની ઉંમરે ચોથા મેરેજ કરવા છે તૈયાર

ગુજરાતીમાં કહેવત છે કે બાપ એવા બેટા અને વડ તેવા ટેટા. સિંગર એક્ટર લકી અલી માટે આ કહેવત સાચી પડી છે. લકીના ડેડી જાણીતા કોમેડિયન મહેમૂદ ૩ વાર પરણ્યા હતા. લકી પણ પિતાના નકશે કદમ પર ચાલી ત્રણ વાર મેરેજ કરી ચુક્યો છે. છેલ્લે એણે ૨૦૧૭મા પોતાની ત્રીજી વાઈફ મોડેલ કેટ એલિઝાબેથને ડિવોર્સ આપ્યા હતા. હવે ડેડીનો રેકોર્ડ તોડી ચોથીવાર પરણવા તૈયાર થયો છે. હમણાં લકી અલીને દિલ્હીમાં યોજાયેલા ૧૮મા કથાકાર ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં એના નેક્સ્ટ ડ્રીમ વિશે પૂછાતા એણે પળના પણ વિલંબ વિના કહી દીધું, 'મેં શાદી કરુંગા , ફિર સે.' અલી જે ત્વરાથી આ ઘોષણા કરી એના પરથી એવું લાગે છે કે ૬૬ વરસના આ મુરતિયાએ પોતાના માટે કન્યા ગોતી રાખી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કથાકાર સ્ટોરીટેલર ફેસ્ટિવલમાં લકીએ એક પલ કા જિના' (કહો ના પ્યાર હૈ, ૨૦૦૦) જેવા હિટ ગીતો ગાઈ પ્રેક્ષકોને મજા પાડી દીધી. ઉપરોક્ત તેણે એક પલ કા જિનાના રેકોર્ડિંગ સેશન વખતે પોતે કહોના પ્યારથી ડેબ્યુ કરી રહેલા હૃતિક રોશનની કઈ રીતે ટીખળ કરી એ પણ કહ્યું, 'એ સોંગમાં હોઠો પે પ્યાસ હૈ, મિલને કી આસ હૈ' એવીપંક્તિઓ આવે છે. એને ધ્યાનમાં રાખી મેં હૃતિક પાસે જઈનેકહ્યું, 'તું સ્ક્રીન પર આસ હૈ એવું ગાઈશ? લોકો એ સાંભળી તારા પર હસશે. એ વાત હૃતિકને સાચી લાગે અને એણે તરત પોતાના ડેડી રાકેશ રોશનને જઈને કહ્યું કે પપ્પા હું સ્ક્રીન પર આસ એવું નહીં ગાઉં. ડિરેક્ટર રાકેશજીને એમાં ટીખળની ગંધ આવી એટલે એમણે મારી પાસે આવીને કહ્યું કે અરે યે ક્યા બોલ ઔર શીખા રહા હૈ ઉસકો?''

લકીને પૂછાયું કે તમે તાજેતરમાં એવું કયું સોંગ સાંભળ્યું છે જે તમને ગાવાનું ગમ્યું હોત? લકી કહે છે, 'તમે બધા કદાચ એ વાત નહિ માનો પણ હું હકીકતમાં મ્યુઝિક સાંભળતો જ નથી. એ મારી પોતાની ચોઈસ છે.હા, ક્યારેક કોઈ આર્ટિસ્ટનું એકાદુ ગીત સાંભળી લઉ, બસ એટલું જ.'

સિગિંગ ઉપરાંત લકી એ થોડો વખત એક્ટિંગ પણ કરી હતી. એ વિશે વાત કરતા ગાયક કહે છે, 'મારા ફાધર એવું ઈચ્છતા હતા કે હું પણ એમની જેમ એક્ટર બનું. પરંતુ સમય જતા એની અપેક્ષા બદલાઈ ગઈ હતી. મને મ્યુઝિકમાં નામ કાઢતો જોઈ ડેડી ખુશ થઈ ગયા. ઈન ફેક્ટ, તેઓ મારા રોલ મોડેલ હતા અને હું એમના જેવો જ બનવા માગતો હતો. ફાની દુનિયા છોડી ગયા પહેલા એમણે મને આધ્યાત્મિક બનાવી દીધો હતો. એટલે જ પછીથી હું આખી દુનિયા ફર્યો.'

Related News

Icon