
બોલિવૂડ એક્ટર સોનુ સૂદ ઘણીવાર પોતાની ફિલ્મોમાં લોકોને મદદ કરવાને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે અભિનેતા તેની નવી ફિલ્મ કે લોકોને મદદ કરવાને કારણે નહીં પરંતુ વોટ્સએપને કારણે ચર્ચામાં છે. હા...સોનુ સૂદે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે, જ્યાં અભિનેતાએ જણાવ્યું હતું કે, તેનું WhatsApp એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. સોનુ સૂદે 36 કલાકથી વધુ સમયથી વોટ્સએપ બંધ થવા પર નિરાશા વ્યક્ત કરી છે અને કહ્યું કે, લોકો વોટ્સએપ દ્વારા મદદ માટે તેમની પાસે પહોંચે છે.
આ પણ વાંચોઃ આમિર ખાનને પૂર્વ પત્ની રીના દત્તાએ માર્યો હતો લાફો, કહ્યું- 'હું એક સારા પતિની જેમ...'
સોનુ સૂદનું વોટ્સએપ એકાઉન્ટ બ્લોક
સોનુ સૂદે ટ્વિટ કરીને પોતાના વોટ્સએપ એકાઉન્ટ બ્લોક વિશે માહિતી આપી છે. જ્યાં અભિનેતાએ લખ્યું- @Whatsapp, મારું એકાઉન્ટ હજી પણ કામ કરતું નથી. મિત્રો, જાગવાનો સમય આવી ગયો છે. 36 કલાકથી વધુ સમય થઈ ગયો છે. જલ્દી જ મારા એકાઉન્ટ પર સીધો મેસેજ મોકલો. સેંકડો જરૂરિયાતમંદ લોકો મદદ માટે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હશે. કૃપા કરીને યોગદાન આપો'. સોનુ સૂદ પહેલા જ વોટ્સએપને લઈને એક ટ્વિટ કરી ચૂક્યો છે, જેમાં અભિનેતાએ લખ્યું હતું- ‘મારો નંબર વોટ્સએપ પર કામ કરતો નથી. મેં ઘણી વખત સમસ્યાઓનો સામનો કર્યો છે. મને લાગે છે કે, તમારા માટે હવે તમારી સેવાઓ સુધારવાનો સમય આવી ગયો છે.’
https://twitter.com/SonuSood/status/1784163797693018577
https://twitter.com/SonuSood/status/1783756807296705026
લોકો વોટ્સએપના માધ્યમથી માગે છે મદદ
સોનુ સૂદે એકવાર સોશિયલ મીડિયા પર એવા લોકોની વોટ્સએપ ચેટ્સ શેર કરી હતી જેઓ તેમની પાસે મદદ માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં કોરોનાકાળથી, સોનુ સૂદ લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. સોનુ સૂદના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતાની આગામી ફિલ્મ ‘ફતેહ’ છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મમાં સોનુ સૂદ સાથે જેક્લીન ફર્નાન્ડિસ હશે. સોનુ સૂદ ફિલ્મ ‘ફતેહ’નું નિર્દેશન કરવા જઈ રહ્યો છે. સોનુ સૂદ ‘ફતેહ’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે.