Home / Entertainment : Sunny Deol and Varun Dhawan's first picture out from sets of 'Border 2'

'બોર્ડર 2'ના સેટ પરથી સામે આવી સની દેઓલ-વરુણ ધવનની પહેલી તસવીર, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

'બોર્ડર 2'ના સેટ પરથી સામે આવી સની દેઓલ-વરુણ ધવનની પહેલી તસવીર, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

ફેન્સ બોલિવૂડ અભિનેતા સની દેઓલની 'બોર્ડર 2'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સનીએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. મંગળવારે અભિનેતાએ ઝાંસીમાં ફિલ્મના સેટ પરથી એક તસવીર પણ શેર કરી છે. ફોટામાં સની દેઓલ વરુણ ધવન સાથે પોઝ આપતો જોવા મળે છે અને બાકીના ક્રૂ મેમ્બર્સ પણ જોવા મળે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'બોર્ડર 2'ની પહેલી તસવીર સામે આવી

તમને જણાવી દઈએ કે સની દેઓલની 'બોર્ડર 2' મચઅવેટેડ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં વરુણ ધવન પણ એક સૈનિકની ભૂમિકા ભજવી રહ્યો છે. સેટ પરથી શેર કરાયેલી તસવીરમાં, સની અને વરુણ ઉપરાંત, 'બોર્ડર 2' ના દિગ્દર્શક અનુરાગ સિંહ, નિર્માતા ભૂષણ કુમાર, નિધિ દત્તા અને સહ-નિર્માતા શિવ ચાનના અને બિનોય ગાંધી પણ પોઝ આપતા જોવા મળે છે.

'બોર્ડર 2' એ 1997ની હિટ દેશભક્તિ વોર ડ્રામા 'બોર્ડર' ની સિક્વલ છે, જેનું નિર્દેશન જેપી દત્તા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં વરુણ ધવન ઉપરાંત સની દેઓલ સાથે અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ પણ છે. આ ફિલ્મને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી વોર ડ્રામા માનવામાં આવી રહી છે. જોકે સની દેઓલના પાત્ર વિશે હજુ સુધી વધુ ખુલાસો નથી થયો, પરંતુ તે 'બોર્ડર' ફ્રેન્ચાઈઝીને કેવી રીતે આગળ વધારે છે તે જોવું રસપ્રદ રહેશે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

ફિલ્મની ટીમ હાલમાં મધ્યપ્રદેશના ઝાંસીના કેન્ટોનમેન્ટમાં બાંધવામાં આવેલા સેટ પર શૂટિંગ કરી રહી છે. ધવન અને દેઓલે શૂટિંગ શરૂ કરી દીધું છે, પરંતુ દોસાંઝ હજુ સુધી ટીમમાં નથી જોડાયો. તમને જણાવી દઈએ કે 'બોર્ડર 2'નો હેતુ આપણા સશસ્ત્ર દળોની બહાદુરી અને અથાક બલિદાનની વાર્તાઓ કહેવાનો છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓ સિક્વલને પહેલી ફિલ્મ કરતા પણ વધુ ભવ્ય બનાવવાનું ધ્યાનમાં રાખી રહ્યા છે. 'બોર્ડર 2' આવતા વર્ષે 23 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે થિયેટરમાં રિલીઝ થશે.


Icon