
બોલિવૂડમાં સૌથી ધનિક પરિવાર કોણ છે? તમને જણાવી દઈએ કે આ બોલિવૂડના દિગ્ગજ પરિવારો તો છે, પરંતુ ઉદ્યોગના સૌથી ધનિક પરિવારનો ખિતાબ આ પરિવારને નથી મળતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈન્ડસ્ટ્રીનો સૌથી ધનિક પરિવાર અભિનયથી દૂર છે.
હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ધનિક પરિવારનો ખિતાબ ભૂષણ કુમાર અને ટી-સિરીઝ પરિવાર પાસે છે, જેમની કુલ સંપત્તિ 10,000 કરોડ રૂપિયાથી વધુ છે. આ આંકડો બોલિવૂડના ખાન, કપૂર, બચ્ચન અને ચોપરા પરિવારોથી ઘણો આગળ છે.
પુત્ર અને ભાઈ પિતાના સામ્રાજ્યનું કરી રહ્યા છે સંચાલન
કુમાર પરિવારની આ સફર ગુલશન કુમાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમણે 1980ના દાયકામાં ટી-સિરીઝનો પાયો નાખ્યો હતો. તે સમયે કોઈએ વિચાર્યું ન હતું કે આવનારા વર્ષોમાં એક મ્યૂઝિક કંપની ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટી શક્તિ બનશે. આજે ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર આ સામ્રાજ્યનું સંચાલન કરી રહ્યા છે, અને તેમના કાકા કિશન કુમાર પણ કંપનીના ચેરમેન છે.
ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને કરી પ્રોડ્યૂસ
ટી-સિરીઝ હવે ફક્ત એક મ્યુઝિક લેબલ નથી પણ એક ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ છે, જેણે 'બાહુબલી 2', 'દંગલ', '3 ઇડિયટ્સ', 'આશિકી 2', 'બજરંગી ભાઈજાન', 'વોર' અને 'ચેન્નઈ એક્સપ્રેસ' જેવી મેગા બ્લોકબસ્ટર ફિલ્મોમને પ્રોડ્યૂ કરી છે.
મ્યૂઝિકની સાથે ફિલ્મ-ગ્લેમર જગતમાં પણ પ્રભુત્વ
ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમાર પોતે એક અભિનેત્રી અને ડાયરેક્ટર છે. આ ઉપરાંત તેમની બહેન તુલસી કુમાર અને બહેન ખુશાલી કુમાર પણ મ્યૂઝિક અને એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેનો અર્થ એ કે આખો પરિવાર ફક્ત મ્યૂઝિકમાં જ નહીં પરંતુ ફિલ્મો અને ગ્લેમર જગતમાં પણ પ્રભુત્વ ધરાવે છે.
બોલિવુડનો બીજો સૌથી ધનિક પરિવાર
ટી-સીરિઝ પછી બોલિવુડનો બીજો સૌથી ધનિક પરિવાર ચોપરા પરિવાર છે, જે યશ રાજ ફિલ્મ્સ અને બીઆર ફિલ્મ્સ જેવા મોટા પ્રોડક્શન હાઉસ ધરાવે છે. તેમની કુલ સંપત્તિ લગભગ 8,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
કિંગ ખાન ત્રીજા નંબરે છે, પછી બચ્ચન-કપૂર-જોહર
તેમજ શાહરૂખ ખાન, જેને 'બોલિવુડનો કિંગ કહેવામાં આવે છે, તે ત્રીજા નંબરે આવે છે. આ પછી બચ્ચન, કપૂર અને જોહર જેવા નામ આવે છે, જેમની ફેન ફોલોઇંગ ભલે જબરદસ્ત હોય, પરંતુ સંપત્તિની દૃષ્ટિએ કુમાર પરિવાર તેમનાથી ઘણો આગળ નીકળી ગયો છે.