Home / Entertainment : These are the top 10 most viewed songs in India.

આ છે ભારતમાં સૌથી વધુ જોવાયેલા ટોચના 10 ગીતો, આ છે ભક્તિ ગીત નંબર 1 પર 

આ છે ભારતમાં સૌથી વધુ જોવાયેલા ટોચના 10 ગીતો, આ છે ભક્તિ ગીત નંબર 1 પર 

આજે તમને યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલા 10 વિડિઓઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ યાદીમાં ઘણા બોલિવૂડ, પંજાબી અને હરિયાણી ગીતોનો સમાવેશ થાય છે. જોકે, આ ભક્તિ ગીત બધાને પાછળ છોડીને નંબર 1 પર પહોંચી ગયું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુલશન કુમારના પ્રખ્યાત હનુમાન ચાલીસાને યુટ્યુબ પર 4.6 બિલિયન વ્યૂઝ મળ્યા છે.

આ યાદીમાં હરિયાણી ગીત 52 ગજ કા દમન બીજા નંબરે છે જેને 1.7 બિલિયન વ્યૂઝ મળ્યા છે.

ધ્વની ભાનુશાલીનું ગીત વાસ્તે, જે ખૂબ જ ચર્ચિત હતું, તે ત્રીજા નંબરે છે. આ ગીતને 1.6 બિલિયન વ્યૂઝ મળ્યા છે.

રાહત ફતેહ અલી ખાનનું ગીત ઝરૂરી થા ચોથા નંબરે છે જેને 1.6 બિલિયન વ્યૂઝ મળ્યા છે.

ધનુષ અને સાઈ પલ્લવીનું ગીત રાઉડી બેબી પાંચમા નંબરે છે. આ ગીતને 1.6 બિલિયન વ્યૂઝ મળ્યા છે.

આ યાદીમાં નીરુ બાજવાનું લોકપ્રિય પંજાબી ગીત "લોંગ લાચી" છઠ્ઠા ક્રમે છે. આ ગીતને 1.6 અબજ વ્યૂઝ મળ્યા છે.

ઇમરાન હાશ્મી અભિનિત "લૂટ ગયે" ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. આ ગીતને 1.4 અબજ વ્યૂઝ મળ્યા છે.

સત્યમેવ જયતે ફિલ્મનું નોરા ફતેહીનું ગીત "દિલબર". આ ગીતને 1.4 અબજ વ્યૂઝ મળ્યા છે.

શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફનું "બાગી" ફિલ્મનું ગીત "છમ છમ" 1.4 અબજ વ્યૂઝ સાથે નવમા ક્રમે છે.

નેહા કક્કર અને ટોની કક્કર દ્વારા ગાયું "મિલે હો તુમ હમકો" નું રિપ્રાઇઝ વર્ઝન. આ ગીતને 1.4 અબજ વ્યૂઝ મળ્યા છે. આ ગીત આ યાદીમાં 10મા ક્રમે છે.

 

Related News

Icon