Home / Entertainment : This singer spoke on Udit Narayan's controversial kissing video

ઉદિત નારાયણના વિવાદાસ્પદ કિસિંગ વીડિયો પર બોલ્યો આ સિંગર, કહ્યું- 'છોકરીઓએ મને પણ કિસ કરી...'

ઉદિત નારાયણના વિવાદાસ્પદ કિસિંગ વીડિયો પર બોલ્યો આ સિંગર, કહ્યું- 'છોકરીઓએ મને પણ કિસ કરી...'

ઉદિત નારાયણ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. હકીકતમાં તેમણે લાઈવ કોન્સર્ટ દરમિયાન તેમની મહિલા ફેનને લીપ કિસ કરી હતી. ત્યારબાદ જ્યારથી ઉદિત નારાયણનો કિસિંગ વીડિયો સામે આવ્યો છે, ત્યારથી લોકો તેમની ટીકા કરી રહ્યા છે. ત્યારે તેમના મિત્ર અને ગાયક અભિજીત ભટ્ટાચાર્ય તેમના બચાવમાં જોડાઈ ગયા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

‘ઉદિત એક સુપરસ્ટાર સિંગર છે’

આ અંગે અભિજીત ભટ્ટાચાર્યએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, 'ઉદિત એક સુપરસ્ટાર સિંગર છે. આ પ્રકારની ઘટના આપણા જેવા ગાયકો સાથે રોજ બનતી રહે છે. જો આપણે આપણી સુરક્ષા કડક નહીં રાખીએ, આસપાસ કોઈ બાઉન્સર નહીં રાખીએ તો લોકો આપણા કપડા પણ ફાડી નાખે છે.'

અભિજીતે શેર કર્યો પોતાનો અનુભવ

અભિજીતે આગળ કહ્યું, 'મારી સાથે પણ આવું બન્યું છે. હું આ ઇન્ડસ્ટ્રીમાં નવો હતો અને દક્ષિણ આફ્રિકામાં એક કોન્સર્ટ કરવા ગયો હતો. ત્યારે ત્રણ-ચાર છોકરીઓએ લતાજી (સ્વર્ગસ્થ લતા મંગેશકર) સામે મારા ગાલ પર કિસ કરી હતી. મારા ગાલ પર લિપસ્ટિકના નિશાન હતા અને તેના કારણે હું સ્ટેજ પર ન જઈ શક્યો.'

'ઉદિત એક રોમેન્ટિક ગાયક છે'

અભિજીતે પોતાની વાત પૂરી કરતાં કહ્યું કે, 'તે ઉદિત નારાયણ છે! છોકરીઓ તેમની પાછળ પડી હતી. તેમણે કોઈને આમંત્રણ નહોતું આપ્યું. અને મને ખાતરી છે કે જ્યારે પણ ઉદિત પરર્ફોર્મ કરે છે ત્યારે તેમની પત્ની તેમની સાથે હોય છે. તેઓ તેમની પત્નીને ખૂબ પ્રેમ કરે છે. તેઓ તેમને સફળતાનો આનંદ માણવા દે છે. ઉદિત એક રોમેન્ટિક ગાયક છે. તેઓ એક મોટા સિંગર છે, અને હું એક શિખાઉ છું. કોઈએ તેમની સાથે રમત રમવાનો પ્રયાસ ન કરવો જોઈએ.'

Related News

Icon