Home / Entertainment : Trailer of multi-starrer Gujarati mega film 'Sanghvi & Sons' launched

મલ્ટી સ્ટારર ગુજરાતી મેગા ફિલ્મ 'સંઘવી & સન્સ' નું ટ્રેલર લોન્ચ, અનેક દિગ્ગજ કલાકારો રહ્યા હાજર

મલ્ટી સ્ટારર ગુજરાતી મેગા ફિલ્મ 'સંઘવી & સન્સ' નું ટ્રેલર લોન્ચ, અનેક દિગ્ગજ કલાકારો રહ્યા હાજર

મુંબઈની અંધેરી સ્થિત જાણીતી ક્લબ ખાતે ફિલ્મ અને મીડિયા જગતની ખાસ ઉપસ્થિતિમાં મલ્ટી સ્ટારર ગુજરાતી મેગા ફિલ્મ 'સંઘવી & સન્સ' નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આગામી ૧૮ જુલાઇના રોજ આ ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મલ્ટી સ્ટારર ગુજરાતી મેગા અને સંપૂર્ણ પારિવારીક ફિલ્મ 'સંઘવી & સન્સ' નું ટ્રેલર મુંબઇના અંધેરી સ્થિત જાણીતી ક્બબ ખાતે ફિલ્મ અને મીડિયા જગતના દિગ્ગજોની ખાસ ઉપસ્થિતિમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં પદ્મશ્રી મનોજ જોષી, 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' ફેમ હીતેન તેજવાણી, ગૌરવ પાસવાલા, કોમલ ઠક્કર, ધર્મેશ વ્યાસ, નિસર્ગ ત્રિવેદી સહિત ૩૮થી વધુ જાણીતા કલાકારોને લઈને તૈયાર થયેલી આ મોટા બજેટની મેગા ફિલ્મ છે. આ ફિલ્મનું શુટીંગ અમદાવાદ સહિત કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નસ્થળ માધવપુર અને વૃન્દાવન ખાતે કરવામાં આવ્યું છે.

અત્યારથી જ ચર્ચામાં રહેલી આ ફિલ્મના લેખક દિગ્દર્શક ચંદ્રેશ ભટ્ટ છે. જ્યારે રાજુ રાયસિંઘાણી, આનંદ ખમાર, આકાશ દેસાઈ, અંકુર અઢીયા, સંજય ભટ્ટ અને હેત દોશી સહિતના નિર્માતાઓની મહેનત છે. 

Related News

Icon