Home / Entertainment : Trouble in real life of 'Anupama'

'અનુપમા'ના વાસ્તવિક જીવનમાં મુશ્કેલી, રૂપાલી ગાંગુલીએ સાવકી દીકરીને નોટિસ કેમ મોકલી?

'અનુપમા'ના વાસ્તવિક જીવનમાં મુશ્કેલી, રૂપાલી ગાંગુલીએ સાવકી દીકરીને નોટિસ કેમ મોકલી?

ટીવીનો ફેમસ શો અનુપમાની રૂપાલી ગાંગુલી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. કારણ કે તેની સાવકી દીકરી ઈશા વર્માએ અભિનેત્રી પર કેટલાક આરોપ લગાવ્યા છે. આ અંગે રૂપાલી થોડા દિવસ ચૂપ રહી, પણ હવે તેની ધીરજ તૂટી છે. અભિનેત્રીએ તેની સોતેલી દીકરી સામે હવે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેના આ નિર્ણયથી તેના તમામ ફેન્સ પણ ચોંકી ગયા છે. તેમજ સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે જ્યારે ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચો : VIDEO: નવજોત સિંહ સિદ્ધૂએ અર્ચનાની ખુરશી પર કર્યો કબ્જો, કપિલના શોમાં જોવા મળ્યો જોરદાર ડ્રામા

રૂપાલી ગાંગુલીએ ઈશા સામે કર્યો માનહાનિનો કેસ દાખલ 

ઈશાએ અભિનેત્રી રૂપાલી ગાંગુલીના કેરેક્ટર પર સવાલ ઉઠાવ્યા હતા. તાજેતરમાં ઈશાએ રૂપાલી ગાંગુલીનો પુત્ર નાજાયઝ હોવાની વાત પણ કરી હતી. જેના કારણે અભિનેત્રી ગુસ્સે થઈ હતી અને તેણે ઈશા વિરુદ્ધ પોતાની પર્સનલ લાઈફ અને કેરેક્ટરને બદનામ કરવા અને ખોટા અને નુકસાનકારક નિવેદનો આપવા બદલ માનહાનિની ​​નોટિસ મોકલી છે. આ સાથે જ 50 કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું છે. રૂપાલીએ મોકલેલી નોટિસમાં ઈશા પર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. 

રૂપાલી ગાંગુલીએ ઈશા પર લગાવ્યા ગંભીર આરોપ  

રૂપાલી ગાંગુલી દ્વારા મોકલવામાં આવેલી નોટીસમાં કહેવામાં આવ્યું છે કે ઈશાની આવી વાતોથી રૂપાલી માનસિક આઘાતમાં છે. જેના કારણે હોસ્પિટલનો સહાલો લેવો પડે છે.

નોટિસમાં રૂપાલીએ એમ પણ કહ્યું છે કે ઈશાના આરોપોને કારણે તેના કામ પર અને તેના શૂટિંગ સેટ પર તેને અપમાનિત કરવામાં આવી રહી છે. આ જ કારણ છે કે અભિનેત્રીના હાથમાંથી ઘણા મોટા પ્રોજેક્ટ છીનવાઈ ગયા છે. 

નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રૂપાલી આ સમગ્ર મામલે મૌન રહેવા માંગતી હતી, પરંતુ રૂપાલીને અને અશ્વિન વર્માના 11 વર્ષના પુત્રને જે રીતે વચ્ચે લાવામાં આવ્યા છે, તેના કારણે તેણે ઈશા વર્માને માનહાનિની ​​નોટિસ મોકલી છે. ઈશાએ જ તેને આ માટે મજબૂર કરી છે.

રૂપાલીએ ઈશા પાસેથી 50 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું

રૂપાલી ગાંગુલીએ ઈશા પાસેથી 50 કરોડ રૂપિયાનું વળતર તેમજ બિનશરતી જાહેર માફીની માંગ કરી છે. જો ઈશા આમ નહીં કરે તો તેણે ઈશાને કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી પણ આપી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે રૂપાલી ગાંગુલી અને તેના પતિ અશ્વિન વર્મા એકબીજાને 12 વર્ષથી ઓળખે છે, એટલું જ નહિ પરંતુ રૂપાલી ઈશાની માતાના છૂટાછેડા પહેલાથી જ અશ્વિનને ઓળખતી હતી. તેમજ રૂપાલીએ ઈશાને દરેક પગલે સાથ આપ્યો છે.

 

Related News

Icon