બોલિવૂડ અભિનેત્રીઓ પણ સોશિયલ મીડિયા સેન્સેશન છે. તેના નિવેદનોથી લઈને તેના પોશાક મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતા હોય છે. ક્યારેક લોકોને તેની સ્ટાઇલની પ્રશંસા થાય તો ક્યારેક સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થાય છે. આ દિવસોમાં અભિનેત્રી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવાને કારણે ઉર્વશી રૌતેલા ચર્ચામાં છે. આ વર્ષે Urvashi Rautela બીજી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર હાજર રહી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઉદઘાટન સમારોહમાં ઉર્વશી રૌતેલાનો રંગબેરંગી ડ્રેસ ચર્ચાનો વિષય બન્યો હતો.
ઉર્વશી રૌતેલા ( Urvashi Rautela ) નો ડ્રેસ ઐશ્વર્યા રાયના કાન્સ 2018 બટરફ્લાય આઉટફિટ જેવો જ હતો. હવે ફરી એકવાર કાન્સમાં ઉર્વશીના ડ્રેસ ઉપર બધાનું ધ્યાન કેન્દ્રિત થયું છે. ઉર્વશીના ડ્રેશમાં મોટી સમસ્યા ઉભી થઈ હતી. આ વખતે ઉર્વશી આંતરરાષ્ટ્રીય મંચ પર વોર્ડબોર માલ ફંક્શનનો શિકાર થઈ છે.
ઉર્વશીએ ફાટેલો ડ્રેસ પહેર્યો હતો
ઉર્વશી પોતાની અનોખી સ્ટાઇલ અને ફેશન માટે જાણીતી છે. પરંતુ આવી મોટી ઈવેન્ટ દરમિયાન વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની ગઈ. રેડ કાર્પેટ પર કેમેરા સામે પોઝ આપતી વખતે તેના ડ્રેસમાં આર્મ પિટ પાસે એક કાણું દેખાતું હતું. આ જોયા પછી કેટલાકે વિચાર્યું કે કદાચ તે કોઈ ડિઝાઇન હશે, પરંતુ એવું નહોતું, અભિનેત્રીનો ડ્રેસ ફાટી ગયો હતો. તેના કપડાની ખામીએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું અને તે તરત જ વાયરલ થઈ ગયું. લોકો સતત સવાલ કરી રહ્યા છે કે શું તેણીએ આ ડ્રેસ જાણી જોઈને સમાચારમાં રહેવા માટે પહેર્યો હતો કે પછી રેડ કાર્પેટ પર આવ્યા પછી તે વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની હતી.
ઉર્વશી 78મા વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 'ઓ એજન્ટે સિક્રેટો'ના સ્ક્રીનિંગમાં હાજરી આપવા પહોંચી ત્યારે આ ઘટના બની હતી. તેણીએ નાઝા સેડે કોચર દ્વારા ડિઝાઈન કરેલ બ્લેક સિલ્કી સાટિન ગાઉન પહેર્યું હતું. જેમાં ક્રૂ નેકલાઇન, ડીપ સ્વીટહાર્ટ નેક ડિટેલ, ફુલ સ્લીવ્ઝ, કોર્સેટેડ બોડિસ, પ્લીટેડ વોલ્યુમિનસ સ્કર્ટ હતું. ઉર્વશીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા હેન્ડલ્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને ફેશન ક્રિટિક્સ અને નેટીઝન્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી.