Home / Entertainment : Vidya Balan fell while dancing with Madhuri, but still did not quit the dance

VIDEO/ માધુરી સાથે ડાન્સ કરતી વખતે પડી ગઈ વિદ્યા બાલન, છતાંય ન છોડ્યો ડાન્સ

VIDEO/ માધુરી સાથે ડાન્સ કરતી વખતે પડી ગઈ વિદ્યા બાલન, છતાંય ન છોડ્યો ડાન્સ

આજકાલ ચાહકો ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 3'ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ વખતે, વિદ્યા બાલન સાથે, માધુરી દીક્ષિત પણ ફિલ્મનો એક ભાગ છે અને ફિલ્મનું નવું ગીત 'આમી જે તોમર 3.0', બંનેએ શુક્રવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ગીત પર શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન ડાન્સ કરતી વખતે વિદ્યા બાલન પોતાનું સંતુલન ગુમાવીને નીચે પડી ગઈ હતી. પરંતુ છતાં, વિદ્યા બાલને તેના પરફોર્મન્સ પર તેની અસર પડવા ન દીધી અને બધું સરસ  રીતે સંભાળ્યું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિદ્યા બાલન અને માધુરીનો ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિદ્યા બ્લેક આઉટફિટમાં ડાન્સ કરતી વખતે પડી જાય છે, પરંતુ તે ન તો તેના ચહેરા પર સહેજ પણ ડર કે શરમ જોવા નથી મળતી, અને ન તો ડાન્સ કરવાનું બંધ કરે છે. આ માટે તેની ઘણી પ્રશંસા થઈ રહી છે. લોકો કહે છે કે તેણે પરિસ્થિતિને સારી રીતે સંભાળી હતી.

'ભૂલ ભુલૈયા 3'ની રિલીઝને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે, આ ફિલ્મ દિવાળીના અવસર પર એટલે કે 1લી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. નિર્માતાઓએ ટાઈટલ ટ્રેક રિલીઝ કરીને તેમની સંગીત યાત્રા શરૂ કરી હતી, જેના પર સમગ્ર દેશ ઝૂમી રહ્યો છે. ઇન્ટરનેશનલ મ્યુઝિક આઇકોન પિટબુલ, જેને મિસ્ટર વર્લ્ડવાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે, પંજાબી સેન્સેશન દિલજીત દોસાંઝ અને રૂહ બાબા એટલે કે કાર્તિક આર્યન આ ગીતમાં જોવા મળે છે.

ફિલ્મનું ગીત 'જાના સમજો ના' પણ રિલીઝ થઈ ગયું છે અને તેમાં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની કેમેસ્ટ્રી જોઈ શકાય છે. સંગીતની ઉત્તેજના વધારવા માટે, નિર્માતાઓએ 'ભૂલ ભુલૈયા 3'નું સંપૂર્ણ જ્યુકબોક્સ લોન્ચ કર્યું છે, જે દરેકને પસંદ આવી રહ્યું છે.

સૌથી લોકપ્રિય ગીત 'અમી જે તોમર' 3.0નું ભવ્ય લોન્ચિંગ યોજાયું હતું, જેમાં કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત, વિદ્યા બાલન, ભૂષણ કુમાર, નિર્દેશક અનીસ બઝમી અને સંગીતકાર અમલ મલિક જોવા મળ્યા હતા. આ ખાસ અવસર પર માધુરી અને વિદ્યા બાલને શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

Related News

Icon