બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ વર્સેટાઈલ એક્ટર્સમાંથી એક છે. અભિનેતા એક્શન ફિલ્મો માટે જાણીતો છે. જોરદાર અભિનય હોવા છતાં, અભિનેતાની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. અભિનેતાની તાજેતરની ફિલ્મ 'ક્રેકઃ જીતેગા તો જીયેગા' આ વર્ષે ફેબ્રુઆરીમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. અભિનેતા આ ફિલ્મનો નિર્માતા પણ હતો. અભિનેતાએ તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'ક્રેક ફ્લોપ જવાને કારણે મને કરોડોનું નુકસાન થયું છે. તે સમયે હું સમજી શકતો ન હતો કે હું આ પૈસા કેવી રીતે પરત કરીશ.'

