બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને લોકસભા ચૂંટણી 2024માં મંડી સીટ પરથી મોટી જીત મળી છે. તેણે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્યને 74 હજાર બેઠકોથી હરાવ્યા હતા. 6 જૂને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા જવાને કંગના રનૌત પર હાથ ઊંચો કર્યો હતો. આ મામલો થોડી જ વારમાં ગરમાયો હતો. CISFએ આ હુમલો કંગના રનૌતના તે નિવેદનને કારણે કર્યો છે જે તેણે ખેડૂતોના આંદોલન દરમિયાન આપ્યું હતું. આ મામલા પછી કંગના રનૌતે બોલિવૂડ પર નિશાન સાધ્યું કે, ઈન્ડસ્ટ્રીએ આ હુમલા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. હવે આ મુદ્દે વિશાલ દદલાનીની પ્રતિક્રિયા સામે આવી છે.

