Home / Entertainment : What did Chiranjeevi say about the birth of his granddaughter that made people angry?

ચિરંજીવીએ પૌત્રીના જન્મ વિશે એવું તો શું કહ્યું કે લોકો તેમના પર ભારે ગુસ્સે થયા?

ચિરંજીવીએ પૌત્રીના જન્મ વિશે એવું તો શું કહ્યું કે લોકો તેમના પર ભારે ગુસ્સે થયા?

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મેગા સ્ટાર માનવામાં આવે છે. તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોથી લોકોના દિલ જીતી લીધા છે. ફક્ત તેમને જ નહીં પરંતુ તેમના પુત્ર રામ ચરણને પણ 'સુપરસ્ટાર'નો ટેગ આપવામાં આવ્યો છે. પરંતુ આ બધા વચ્ચે ચિરંજીવી તેમના એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે અને લોકોએ હવે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું કહ્યું ચિરંજીવીએ?

હકીકતમાં એક કાર્યક્રમમાં સામેલ થવા ગયેલા ચિરંજીવીએ કહ્યું હતું કે, 'મારા ઘરમાં પૌત્રનો જન્મ થાય અને તે મારા વારસાને આગળ વધારે. ઘરે રહીને મને એવું લાગે છે કે હું કોઈ લેડીઝ હોસ્ટેલમાં રહી રહ્યો છું. કારણ કે મારા ઘરમાં મોટાભાગે મહિલાઓ છે. જ્યારે હું ઘરે હોઉં છું ત્યારે એવું નથી લાગતું કે હું મારી પૌત્રીઓ વચ્ચે છું પણ એવું લાગે છે કે હું કોઈ લેડીઝ હોસ્ટેલનો વોર્ડન છું. મારી ચારેય તરફ સ્ત્રીઓ જ હોય છે. હું રામ ચરણ પાસેથી ઈચ્છું છું કે આ વખતે તેના ઘરે એક છોકરો જન્મે જેનાથી મારો વારસો આગળ વધે. મને ડર છે કે તેને ફરીથી છોકરી થશે પણ તેના સુંદર બાળકો છે.'

આ પણ વાંચો : 'એક બદનામ આશ્રમ'માં બાબા નિરાલા મચાવશે ધમાલ', 'આશ્રમ 3' ના બીજા ભાગનું ટીઝર રિલીઝ

સોશિયલ મીડિયા પર લોકોએ ચિરંજીવીને ટ્રોલ કર્યા 

હવે વારસાને આગળ વધાવવાની આ કોમેન્ટને લઈને લોકો ચિરંજીવી પર ભડકી ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. ઘણાં યુઝર્સે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આટલા મોટા સ્ટાર માટે છોકરા અને છોકરી વચ્ચેના તફાવત વિશે વાત કરવી યોગ્ય નથી.

ચિરંજીવીનો પરિવારે છે ખૂબ મોટો 

અહીં તમને જણાવી દઈએ કે, સન 1980માં ચિરંજીવીએ લગ્ન અલ્લુ રામલિંગૈયાની પુત્રી સુરેખા સાથે થયા હતા અને તેમને ત્રણ બાળકો છે જેમાં બે પુત્રીઓ, સુષ્મિતા અને શ્રીજા અને એક પુત્ર રામ ચરણનો સમાવેશ થાય છે. સુષ્મિતાને બે દીકરીઓ છે, સમારા અને સંહિતા. આ ઉપરાંત શ્રીજા પણ નવિશકા અને નિવ્રતી નામની બે પુત્રીઓની માતા છે. આ સાથે 20 જૂન, 2023 ના રોજ રામ ચરણના ઘરે પુત્રી ક્લેઈન કારાનો જન્મ થયો હતો.

Related News

Icon