Home / Entertainment : Why is Ranveer Allahabadia not going to the police station to record his statement

રણવીર અલ્હાબાદિયા પોલીસે સ્ટેશને જઈને કેમ નિવેદન નથી નોંધાવી રહ્યો? જાણો શું છે કારણ 

રણવીર અલ્હાબાદિયા પોલીસે સ્ટેશને જઈને કેમ નિવેદન નથી નોંધાવી રહ્યો? જાણો શું છે કારણ 

રણવીર અલ્હાબાદિયા ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેસમાં સમન્સ મોકલ્યા પછી પણ પોલીસ સ્ટેશન હાજર થયો નથી. આવી સ્થિતિમાં ખાર પોલીસે તેને બીજી વખત સમન્સ મોકલ્યું છે. સવાલ એ છે કે સમન્સ જારી થયા પછી પણ રણવીર અલ્હાબાદિયા પોતાનું નિવેદન નોંધાવવા માટે પોલીસ સ્ટેશન કેમ નથી જઈ રહ્યો?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં અપશબ્દોનો ઉપયોગ કરનાર યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાને પોલીસે ગુરુવારે પોલીસ સ્ટેશનમાં સમન્સ પાઠવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રણવીર અલ્હાબાદિયા પોલીસ સ્ટેશન આવતા ડર લાગતો હોય ખાસ અપીલ કરી છે.

યુટ્યુબરે પોલીસને આ વિનંતી કરી

ઇન્ડિયા ગોટ લેટેન્ટ વિવાદ અંગે મુંબઈની ખાર પોલીસે રણવીર અલ્હાબાદિયાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને હાજર થવા કહ્યું. રણવીર અલ્હાબાદિયાએ વિનંતી કરી હતી કે તેને પોલીસ સ્ટેશન બોલાવીને નિવેદન ન નોંધવા વિનંતી કરી. પોતાના ઘરે સ્ટેટમેન્ટ નોંધવા માટે વિનંતી કરી પરંતુ પોલીસે તેની વિનંતીને નકારી કાઢતા પોલીસ સ્ટેશનમાં હાજર થઈને નિવેદન નોંધવા કહ્યું હતું.
  
અભદ્ર કમેન્ટ્સને લઈને મહારાષ્ટ્ર સાયબર સેલે ગુરુવારે સમય રૈનાને બીજી વખત સમન્સ પાઠવ્યું. સાયબર સેલે સમય રૈનાને 17 ફેબ્રુઆરીએ તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. સમય રૈનાના વકીલે સાયબર સેલને જણાવ્યું હતું કે, સમય રૈના અમેરિકામાં છે અને તે 17 માર્ચે દેશમાં પરત ફરશે. તે જ સમયે, સાયબર સેલે રૈનાને સમન્સ મોકલીને 17 ફેબ્રુઆરીએ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. બુધવારે, સાયબર પોલીસે શોમાં સામેલ 40 લોકોની ઓળખ કરી હોવાનો દાવો કર્યો હતો.

Related News

Icon