
જો જૂના નોકરીદાતાએ કર્મચારીની છેલ્લી કાર્યકારી તારીખ મોડી દાખલ કરી હોય અથવા નવા નોકરીદાતાએ વહેલી શરૂઆતની તારીખ દાખલ કરી હોય, તો આનાથી કર્મચારીઓના સેવા સમયગાળામાં ઓવરલેપ થઈ શકે છે. ક્યારેક, EPFO ડેટાબેઝમાં ખોટો ડેટા દાખલ થવાને કારણે પણ આ સમસ્યા ઊભી થઈ શકે છે.
કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન (EPFO) એ સાત કરોડથી પણ વધુ કર્મચારીઓને રાહત આપતો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિયમ હેઠળ, હવે કર્મચારીઓના સેવા સમયગાળાને ઓવરલેપ કરવાને કારણે PF ટ્રાન્સફર અથવા ઉપાડનો દાવો નકારવામાં આવશે નહીં. આ નવા નિયમ પછી, PF ટ્રાન્સફર પ્રક્રિયા ઝડપી બનશે.
EPFOનો નવો ઓવરલેપ સેવા સમયગાળાનો નિયમ
EPFO એ એક પરિપત્ર જારી કરીને સ્પષ્ટતા કરી છે કે પ્રાદેશિક કચેરીઓ દ્વારા ઓવરલેપિંગ સેવા સમયગાળાના આધારે PFના દાવાઓને નકારવા ખોટા છે. સંસ્થાએ જણાવ્યું હતું કે ઘણા વાસ્તવિક કારણોસર આવું ઓવરલેપ થઈ શકે છે, તેથી ઓવરલેપને દાવાના ટ્રાન્સફરને રોકવા માટેનું કારણ ગણવું જોઈએ નહીં.
સેવા અવધિ ક્યારે ઓવરલેપ થાય છે
જ્યારે કોઈ કર્મચારીના જૂના એમ્પ્લોયર સાથેના સર્વિસ રેકોર્ડમાં તારીખો અને નવા એમ્પ્લોયર સાથેના સર્વિસ રેકોર્ડમાં તફાવત હોય છે, ત્યારે તે સેવા સમયગાળાને ઓવરલેપ કહેવાય છે,
ઉદાહરણથી સમજીએ તો...
જો જૂના નોકરીદાતાએ કર્મચારીની છેલ્લી કાર્યકારી તારીખ મોડી દાખલ કરી હોય અથવા નવા નોકરીદાતાએ વહેલી શરૂઆતની તારીખ દાખલ કરી હોય, તો આનાથી કર્મચારીઓના સેવા સમયગાળામાં ઓવરલેપ થઈ શકે છે. ક્યારેક, EPFO ડેટાબેઝમાં ખોટો ડેટા દાખલ થવાને કારણે પણ આ સમસ્યા ઊભી થઈ શકે છે. જેના કારણે ઘણી પ્રાદેશિક કચેરીઓ દ્વારા કર્મચારીઓના પીએફ દાવાઓ નકારી કાઢવામાં આવ્યા હતા. આનાથી કર્મચારીઓ પરેશાન થઈ ગયા.
નવા EPFO નિયમના ફાયદા
ઓવરલેપ સમયગાળાને કારણે PF દાવાઓ નકારવાની સમસ્યાઓ દૂર થશે, જેનાથી PF ટ્રાન્સફર ઝડપી બનશે.
આ નવા નિયમથી કર્મચારીઓને વારંવાર તેમના PF દાવા નકારવાની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
EPFO દ્વારા PF દાવાઓની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી રહી છે.
આ ફેરફારથી કરોડો સભ્યોને ફાયદો થશે.
EPFO ના નવા નિયમ પછી, દાવા અસ્વીકારના કેસોમાં ઘટાડો થશે. દાવા અસ્વીકારના કેસ ગયા વર્ષના 50% થી ઘટીને આ વર્ષે 30 % થયા છે.
EPFOમાં થયા આટલા ફેરફારો
(1) કર્મચારીઓને રાહત આપવા માટે, EPFO એ ઘણા નિયમો સરળ બનાવ્યા છે. જેમાં બેંક ખાતાને યુનિવર્સલ એકાઉન્ટ નંબર સાથે લિંક કરવા માટે નોકરીદાતાની મંજૂરીની જરૂરિયાત પણ દૂર કરવામાં આવી છે.
(2) આ ઉપરાંત, ઓનલાઈન દાવા માટે ચેક કોપી કે પાસબુક અપલોડ કરવાની જરૂર નથી.
(3) કર્મચારીઓને રાહત આપવા માટે, ઇપીએફઓ એ એપીઆઇ અને એટીએમ દ્વારા પીએફ ઉપાડની સુવિધા શરૂ કરવાની યોજના બનાવી છે.