
પંજાબના અમૃતસર બાયપાસ પર વિસ્ફોટ થયો છે. સૂત્રોનું કહેવું છે કે જે શખ્સ બોમ્બ મુકવા આવ્યો હતો તેના હાથમાં જ ફાટી ગયો હતો. આ ઘટનામાં યુવકનું મોત થયું છે.
વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસે તેની જાણકારી આપી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
કેવી રીતે બની ઘટના?
પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠા રોડ પર બાયપાસ પાસે વિસ્ફોટ સાથે એક વ્યક્તિનું મોત થયું છે.વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી.
પોલીસને આશંકા છે કે મૃતક કબાડી છે અને કબાડમાં મળતા જૂના બોમ્બ તોડવા માટે અહીં લાવ્યો હશે. જેવો જ તેને બોમ્બ તોડવાનો પ્રયાસ કર્યો તો તેમાં વિસ્ફોટ થયો અને તેનું મોત થઇ ગયું. બોમ્બ કઇ રીતનો હતો તેના વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.