
આ વર્ષે કેરીની સીઝન બેથી અઢી સપ્તાહ મોડી શરૂ થઈ હતી, જે હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. સોરઠની કેરીની અન્ય રાજ્ય જ નહીં પરંતુ વિદેશમાં પણ માંગ રહી છે, તેથી દેશના સીમાડાઓ ઓળંગી વિદેશમાં પણ કેરીની નિકાસ કરવામાં આવે છે. વિદેશીઓ પણ મન મુકીને કેરીનો સ્વાદ માણે છે. આ વર્ષે અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં કુલ 115 ટન યુકે, કેનેડા અને ગલ્ફ દેશોમાં 110 મળી કુલ 225 મેટ્રીક ટન એટલેકે કુલ અંદાજે 2.25 લાખ કિલો કેરી એક્સપોર્ટ કરવામાં આવી હતી. ગત વર્ષે સોરઠમાં થી 268 મેટ્રિક ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી. આમ ગત વર્ષની સરખામણીએ 41 મેટ્રીક ટન કેરી ઓછી મોકલવામાં આવી છે.
ગીર-સોમનાથમાં વાવેતર વિસ્તાર વધુ
જૂનાગઢ જિલ્લાની સરખામણીએ ગીર-સોમનાથમાં વાવેતર વિસ્તાર વધુ છે તેથી જૂનાગઢ જિલ્લામાં 55 મેટ્રિક ટન અને ગીર-સોમનાથમાં 1,12,600 મેટ્રિક ટન જેટલું કેરીનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે બજારમાં કેરીનું આગમન 20થી 22 દિવસ મોડું થયું હતું તેમ છત્તાં પણ કેરીની પુષ્કળ માંગ રહી છે, તાલાલા યાર્ડમાં તો કેરીની સીઝન પૂર્ણ થઈ છે. જૂનાગઢમાં હજુ કેરીની સીઝન પૂર્ણ થઈ છે, જૂનાગઢમાં હજુ કેરીનું બજારમાં આગમન થશે.
જૂનાગઢ જિલ્લામાં 55 મેટ્રિક ટન અને ગીર-સોમનાથમાં 1,12,600 મેટ્રિક ટન જેટલું કેરીનું ઉત્પાદન
વિદેશમાં વસ્તુ મોકલવા માટે રજિસ્ટ્રેશન કરવાની પ્રથા અંતર્ગત સોરઠમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. આ વર્ષે 83 એક્સપોર્ટરોએ કેરીની નિકાસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગત વર્ષે 120 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું કે જેની સરખામણીએ આ વર્ષે 37 એક્સપોર્ટર ઓછા નોંધાયા હતા.