
સુરતમાં મંદીના માહોલમાં રત્નકલાકારો અજબ કિમીયા અપનાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અન્યના મોપેડની નંબર પ્લેટ પોતાના મોપેડ પર લગાવીને ફરતા રત્નકલાકાર ને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસના મેમો નહીં આવે તે માટે બોગસ નંબર પ્લેટ લગાવી હતી. જો કે ખરેખર આ નંબરની જેની મોપેડ છે તેના પર મેમો જ હતા ભાંડો ફૂટ્યો હતો.
ઘરે મેમો આવતાં રત્નકલાકાર ઝડપાયો
બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વેલંજા ગામ રામ વાટીકા બંગલોમાં રહેતા કલ્પેશભાઈ બાબુભાઈ વસાણી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની પાસે એક મોપેડ છે જેનો ઉપયોગ તેમની પત્ની કરે છે. આ મોપેડ નો નંબર છે GJ 05 KM 9546 છે.ગઈ તારીખ 24મી માર્ચના રોજ તેમના ઘરે પોલીસ નો મેમો આવ્યો હતો. જેથી પોલીસે પ્રિતેશ ધરપકડ પૂછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તે રત્નકલાકાર છે. અને પોલીસ નો મેમો ન આવે એ માટે તેણે આ બોગસ નંબર પ્લેટ લગાવી હોવાની કબુલાત કરી હતી. પોલીસે પ્રિતેશ સામે ગુનો નોંધી તેણે અન્ય કોઈ ગુનાહિત કૃત્ય તો નથી કર્યું તે સંબંધે તપાસ શરૂ કરી છે.
બે મહિનામાં 6 મેમો આવ્યા
યુવકના ઘરે જે મેમો આવ્યો હતો તેમાં બતાવેલા ફોટોવાળો શખ્સ તેમના પરિચયનો પણ ન હતો. આ અંગે તેમણે પોલીસને જાણ કરી હતી . ત્યારબાદ 29 એપ્રિલ, 2 માર્ચ, 5 માર્ચ, 20 માર્ચ, 21 માર્ચ અને 27 માર્ચના રોજ ઈ મેમો મળ્યા હતા.