સુરતના લસકાણા વિસ્તારમાં આવેલ ડાયમંડ નગરના અમૃત ઉદ્યોગ નગરમાં આજે એક કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ ત્રીજા માળે આવેલ બંધ કારખાનામાં લાગી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આગના કારણે ગાઢ ધુમાડો પ્રસરી ગયો હતો, પરંતુ ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી ભયજનક સ્થિતિ થતી અટકી ગઈ.સદનસીબે, ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હાલ આગ લાગવાની ચોક્કસ કારણો વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટને આગ પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે.