Home / World : Indian-origin Faizan Zaki wins Scripps National Spelling Bee title, defeating Americans

Americansને હરાવી ભારતીય મૂળના ફૈઝાન ઝાકીએ સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીનો ખિતાબ જીત્યો, 50000 ડૉલરનું ઈનામ મળ્યું

Americansને હરાવી ભારતીય મૂળના ફૈઝાન ઝાકીએ સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીનો ખિતાબ જીત્યો, 50000 ડૉલરનું ઈનામ મળ્યું

Hyderabad Faizan News : અમેરિકાની પ્રતિષ્ઠિત સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી નામની અંગ્રેજી શબ્દોના સાચાં સ્પેલિંગ જણાવવાની 2025ની સ્પર્ધામાં ગુરૂવારે તેર વર્ષનો ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થી ફૈઝાન ઝાકી વિજેતા બન્યો છે. ટેક્સાસની સીએમ રાઇસ મીડલ સ્કૂલના સાતમા ધોરણના વિદ્યાર્થી ઝાકીને 50000 ડોલરનું રોકડ ઇનામ, મેડલ તથા ચેમ્પિયન ટ્રોફી ઇ.ડબલ્યુ સ્ક્રીપ્સ કંપનીના સીઇઓ અને પ્રેસિડેન્ટ એડમ સિમ્કોને એનાયત કરતાં જણાવ્યું હતું કે આ ટ્રોફી જીતી ફૈઝાને ચેમ્પિયનને છાજે તેવી દૃઢતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બીજા ક્રમે આવેલાં કેલિફોર્નિયાના સર્વજ્ઞા કદમને 25000 ડોલરનું ઇનામ જ્યારે ત્રીજા ક્રમે આવેલાં જ્યોર્જિયાના સર્વ ધારાવણેને 15000 ડોલરનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. ઝાકીએ અંગ્રેજી શબ્દ એન્કલેરિસ્સેમેન્ટ શબ્દનો સાચો સ્પેલિંગ જણાવી 21 મા રાઉન્ડમાં આ સ્પર્ધા જીતી લીધી હતી. 

ચોથી વાર સ્પેલિંગ બી સ્પર્ધામાં ભાગ લીધો 
ઝાકીએ આ ચોથી વાર સ્પેલિંગ બી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઝાકીએ અન્ય આઠ સ્પર્ધકો સામે ઝીંક ઝીલી હતી. ઝાકી પાસે આઠમા રાઉન્ડમાં આ વર્ષની સ્પર્ધા જીતવાની તક હતી.આ રાઉન્ડમાં ત્રણ જણાં બચ્યા હતા જેમાં ઝાકી, કદમ અને ધારાવણે હતા. તેમાં કદમ અને ધારાવણે સાચો સ્પેલિંગ જણાવી શક્યા નહોતા. ઝાકીએ એ સમયે અતિઉત્સાહમાં આવી જઇ કોમેલિના શબ્દ પુરો ઉચ્ચારાય તે પહેલાં જ તેના સ્પેલિંગની શરૂઆત સીને બદલે કેથી કરી હતી. તેને તેની ભૂલ સમજાઇ ત્યારે બહું મોડું થઇ ગયું હતું. એ પછી 21માં રાઉન્ડમાં એન્કલેરિસ્સમેન્ટ શબ્દનો સાચો સ્પેલિંગ જણાવી સ્પર્ધા જીતી ઝાકી સ્ટેજ પર ખુશીનો માર્યો બેસી પડયો હતો. તેણે જણાવ્યું હતું કે મારે શું કહેવું તેની મને ખબર પડતી નથી. હું ખરેખર ખૂબ ખુશ છું. આ તબક્કે પહોંચવું એ એટલું બધું આનંદજનક છે કે હું તેનું વર્ણન કરી શકતો નથી. મેં કદી જીતવાની કલ્પના પણ કરી નહોતી.ઝાકીના દાદા-દાદીએ પણ હૈદરાબાદમાં બેસી તેની આ સિદ્ધિને માણી હતી. 

1925 માં વોશિંગ્ટનમાં પહેલી સ્પેલિંગ બી સ્પર્ધા યોજાઇ ત્યારે તેમાં માત્ર નવ બાળકોએ જ ભાગ લીધો હતો. સો વર્ષ પછી આ વર્ષે યોજાયેલી સ્પર્ધામાં 200 કરતાં વધારે બાળકોએ ભાગ લીધો હતો. સ્પેલિંગ બીના ઇતિહાસમાં ઝાકી એવો પાંચમો સ્પર્ધક છે જે આગલા વર્ષે  બીજા ક્રમે આવ્યો હોય. ઝાકી 2019માં 370મા ક્રમે, 2023માં 21મા ક્રમે અને 2024માં બીજા ક્રમે આવ્યો હતો. ઝાકી સહિત આ સ્પર્ધામાં 36  ચેમ્પિયન્સ ઇન્ડિયન અમેરિકન્સ રહ્યા છે. 1999માં નુપુર લાલા પહેલીવાર આ સ્પર્ધા જીતનાર ઇન્ડિયન અમેરિકન બની હતી. 

 

Related News

Icon