Home / Gujarat / Ahmedabad : Investigation halted after names of minister's son in bogus arms license case

ગુજરાતમાં હથિયાર લાઇસન્સનો ધૂમ વેપલો,મંત્રીપુત્ર, રાજકારણી-ડાયરાના કલાકારોને લીધે બોગસ હથિયારની તપાસ ખોરંભે

ગુજરાતમાં હથિયાર લાઇસન્સનો ધૂમ વેપલો,મંત્રીપુત્ર, રાજકારણી-ડાયરાના કલાકારોને લીધે બોગસ હથિયારની તપાસ ખોરંભે

ગુજરાતમાં નાગાલેન્ડ-મણિપુરથી બોગસ હથિયાર લાઇસન્સ મેળવવાનો વેપલો ધમધમી રહ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યુ છે કે, વનમંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે પણ બોગસ હથિયાર લાઇસન્સ મેળવ્યુ છે. મંત્રી પુત્ર ઉપરાંત ડાયરાના કલાકારો, બિલ્ડરો, વેપારી ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓના સંતાનોએ પણ બોગસ હથિયાર લાઇસન્સ મેળવ્યાં છે જેના કારણે આખીય પોલીસ તપાસ ખોરંભે ચડી છે.હવે સવાલ એ ઉભો થયો છે કે, નાગાલેન્ડ-મણિપુરથી બોગસ હથિયાર લાઇસન્સ મેળવનારાં મોટા ગજાના લોકોને નહીં પકડવા કોનુ રાજકીય દબાણ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

68 મોટા ગજાના લોકોને ન પકડવા કોનું રાજકીય દબાણ,મંત્રી પુત્રને બચાવવા હવાતિયા

નાગાલેન્ડ-મણિપુરમાં ખોટા દસ્તાવેજોના આધારે બોગસ હથિયાર લાઇસન્સ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે અત્યાર સુધી 40 લોકોની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે. જોકે, વનમંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે પણ બોગસ હથિયાર લાઇસન્સ મેળવ્યુ છે તેવુ પોલીસ તપાસમાં ખુલ્યુ છે. મંત્રી પુત્રએ ઓલપાડ પોલીસ સ્ટેશનને બદલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કેમ વેરિફિકેશન કરાવ્યુ? આ ઉપરાંત જહાંગીરપુરા પોલીસ સ્ટેશને નાગાલેન્ડથી અહેવાલ મંગાવ્યો કે કેમ? સુરતમાં રહેતા મંત્રીપુત્રએ નાગાલેન્ડના રહીશ હોવાનો ઉલ્લેખ કરીને શું ખોટું સોગંધનામુ કર્યું છે શું? આ બધા સવાલ ઉઠ્યાં છે. મંત્રીપુત્રને બચાવવા ભાજપે જ આખોય ખેલ કર્યો છે ત્યારે એવી માંગ કરાઇ છે કે, જો મંત્રીપુત્ર વિશાલ પટેલના કોલ ડિટેઇલ અને ભાડા કરારની તપાસ કરવામાં આવે તો હજુ ઘણાં ચોકાવનારાં ખુલાસા થઇ શકે છે.

બોગસ હથિયાર લાઇસન્સ મેળવવાની આખીય મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે ત્યારે હજુ મોટા ગજાના 68 લોકોની ધરપકડ કરવામાં આવી નથી જેના પગલે પોલીસની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી છે. એટલુ જ નહીં, સમગ્ર કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચે તેમ છે. ખોટા દસ્તાવેજોના આધારે બોગસ લાઇસન્સ લઇ હથિયાર ખરીદવામાં ડાયરાના કેટલાંક જાણીતા કલાકારોના નામ પણ ખુલ્યાં છે. સરકારી કાર્યક્રમમાં સરકારની જ ભાટાઇ કરનારાં કલાકારો પણ કાયદાનો સકંજો કસાય તેમ છે ત્યારે આ બધાય કલાકારોએ ગાંધીનગરનું રાજકીય શરણું લીધુ હોવાની ચર્ચા છે. માત્ર મંત્રી પુત્ર જ નહીં, કલાકારો, બિલ્ડરો, વેપારી, રાજકારણી ઉપરાંત અધિકારીઓના સંતાનોએ બોગસ લાઇસન્સ મેળવ્યાં છે ત્યારે રાજકીય દબાણના આધારે આખીય તપાસ ખોરંભે ચડાવાઇ છે.

 

 

Related News

Icon