
રાજયમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડુતો કે જેઓ પોતાની આગવી કોઠા સુઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ નવીન ટેક્નિક રજૂ કરવા માટે કાર્ય કરે છે. આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત રૂ. 1.00 લાખ સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે.
ખેડૂતોને જુદી જુદી 5 કેટેગરીમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવે છે. દરેક જિલ્લામાંથી ખેડૂતો આ અરજી કરી શકે છે. અગાઉ આ યોજનામાં રાજ્યમાં 5 પ્રગતિશીલ ખેડૂતોને જુદી જુદી કેટેગરીમાં રૂપિયા 51 હજારનું ઈનામ આપવામાં આવતું હતું. હવે તે રકમ ડબલ કરી દેતાં હવે ખેડૂતોને રૂપિયા 1 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલા ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના વિષે વધુ જાણકારી મેળવવા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.
સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજનામાં નીચે દર્શાવેલ પાંચ(૫) વિષયમાં આગવી કોઠાસુઝથી કૃષિ ક્ષેત્રે કરેલ વિશિષ્ટ કામગીરી, નવિન સંશોધન બદલ ખેડૂતોને પુરસ્કાર આપવામાં આવે છે.
વિષય-૧: ગુજરાતના તમામ મુખ્ય પાકો જેવા કે તૈલીબીયાં પાકો, કઠોળ પાકો, કપાસ, શેરડી, તમાકુ, બાગાયતના પાકો તેજાના અને ઔષધીય પાકો પર નવીનતમ પ્રયોગ દ્વારા આગવી કોઠાસુઝથી વિકસાવી વધુ ઉત્પાદન આપતી નવીન જાતની સિદ્ધિનું પ્રદાન તેમજ રાજ્યમાં ઉગાડવામાં આવતા પરંપરાગત પાકોની જગ્યાએ આગવી કોઠાસુઝથી નવીન પાક દાખલ કરી તે પાકની સફળ ખેતી દ્વારા વિશિષ્ટ યોગદાન અંગેની સિદ્ધિની પ્રદાન.
વિષય-૨: જળ સંચાલન અને વ્યવસ્થા, પિયત પાણીના કરકસભર્યાં અને કાર્યક્ષમ ઉપયોગ દ્વારા આધુનિક પદ્ધતિ દ્વારા સફળ નમુનારૂપ નિર્દેશનરૂપ પાકની ખેતી કરી વધુ ઉત્પાદન મમેળવેલ સિદ્ધિનું પ્રદાન વરસાદના વહી જાતા પાણીને રિચાર્જિંગની જુદી જુદી પદ્ધતિઓ દ્વારા કુવા બોરમાં સંગ્રહ કરી કુવા બોરના તળ ઊંચા
લાવવા માટે ખેડૂતોના બહોળા સમૂહને પ્રેરણારૂપ બને તેવી અનેરી સિદ્ધિનું પ્રદાન.
વિષય-3: વરસાદ આધારિત સુકી ખેતી વિસ્તારમાં, સુકી ખેતી અંગેની આગવી ટેકનીક વિકસાવિ વરસાદની અછત સમયે સફળ સુકી ખેતી ક્ષેત્રે મેળવેલ સિદ્ધિનું પ્રદાન.
વિષય-૪: જુદા જુદા પાકો પર જીવાતના નિયંત્રણ માટે પ્રયોગ દ્વારા પોતાની આગવી કોઠાસુઝથી વિકસાવેલ નવીનતમ સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિમાં મેળવેલ સિદ્ધિનું પ્રમાણ.
વિષય-૫: ખેતી અંગેની વિવિધ પ્રક્રિયા જેવી કે ખેડ, વાવણી, રોપણી, આંતરખેડ, નિંદામણ, સ્પેસિંગ કાપણી, થ્રેસિંગ કે અન્ય પ્રકારના ખેતી ઉપયોગી ખેતી ઓજારોને આગવી કોઠાસુજથી વિક્સાવાવની સિદ્ધિનું પ્રદાન.
વિષય 6 ઃ અન્ય મધમાખી ઉછેર, મરઘા પાલન, મત્સ્યપાલન વિગેરે કૃષિ સંલગ્ન ક્ષેત્રે ખેડૂતે કરેલ વિશિષ્ટ કામગીરી બદલ પ્રોત્સાહન રૂપે સાલ અને સન્માન પત્ર આપવામાં આવશે.