Home / Lifestyle / Fashion : You must also try this dress of Dhak Dhak girl Madhuri Dixit

Photo: ધક ધક ગર્લ માધુરી દીક્ષિતના આ ડ્રેસ તમે પણ જરૂરથી ટ્રાય કરજો, જુઓ આખું કલેક્શન

Photo: ધક ધક ગર્લ માધુરી દીક્ષિતના આ ડ્રેસ તમે પણ જરૂરથી ટ્રાય કરજો, જુઓ આખું કલેક્શન

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતની સુંદરતાના ચાહકો દિવાના છે. અભિનેત્રી આજે 50 પ્લસ છે તેમ છતાં તેની ચમકતી ત્વચા અને ફિગર જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. તે તેના કિલર લુકથી તેના ચાહકોનું દિલ જીતી લે છે. સુંદરતા ઉપરાંત ચાહકોને માધુરીની ફેશન સેન્સ પણ પસંદ છે. ખાસ કરીને છોકરીઓ માધુરીની નકલ કરવા ઉત્સુક હોય છે. આજે અમે તમને ધક ધક ગર્લના આવા જ કેટલાક ડ્રેસીસ બતાવીએ જે છોકરીઓને ખૂબ જ પસંદ આવ્યા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

માધુરી અપ્સરા આ રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે લાલ બ્લાઉઝ સાથે મેચિંગ સ્કર્ટ અને લોંગ જેકેટ પહેર્યું હતું. ગ્રીન નેકલેસ અને મેચિંગ ઈયરિંગ્સ સાથે અભિનેત્રીનો લુક જોવા જેવો છે. ડાર્ક મેકઅપ લુકમાં માધુરીનો આ લુક બધાને પસંદ આવ્યો.

આ મલ્ટી શેડ પલાઝો સૂટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. માધુરીએ મેચિંગ ઇયરિંગ્સ, નેકલેસ, ખુલ્લા વાળ અને ચશ્મા પહેરીને તેના એકંદર દેખાવમાં ચાર-ચાંદ લગાવ્યા હતાં.

આ લેમન ગ્રીન કલરની ફ્લોરલ વર્ક સાડીમાં માધુરી પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. કાનમાં ભારે બુટ્ટીઓ, હાથમાં બંગડીઓ અને હળવા કર્લ કરેલા વાળવાળી ધક-ધક યુવતીનો આ લુક પણ યુવતીઓને પસંદ આવ્યો હતો.

માધુરીએ આ હળવા પીચ શેડના લહેંગા સાથે સાડીની સ્ટાઈલમાં દુપટ્ટા કેરી કર્યો છે. ગળામાં હેવી નેકલેસ, કાનમાં બુટ્ટી અને ડાર્ક મેકઅપ સાથે અભિનેત્રીનો લુક જોવા જેવો છે.

સંતરંગી શેડનો ફ્લોરલ ડ્રેસ પણ અભિનેત્રીને ખૂબ જ સૂટ કરે છે. માધુરીએ ક્રોપ ટોપ સાથે લહેંગા પહેર્યો છે જેની સાથે તેણે લોંગ જેકેટ પહેર્યું છે. ગળામાં નેકલેસ, હાથમાં બંગડીઓ અને ખુલ્લા વાળ સાથે અભિનેત્રી ખૂબ જ સુંદર લાગે છે.

 

Related News

Icon