
EDએ FIITJEEના 10 સ્થળો પર દરોડા પાડ્યા છે. FIITJEEના માલિક ડીકે ગોયલના દિલ્હી, નોઇડા અને ગુરૂગ્રામના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. FIITJEEના હજારો સેન્ટર બંધ થતા 12000 બાળકોનું ભવિષ્ય બગડ્યું છે.અને તેના માલિકોને 12 કરોડનો ફાયદો થયો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં નોઇડા પોલીસે FIITJEE સાથે જોડાયેલા ખાતાને સીઝ કરવામાં આવ્યા છે. ગોયલ સાથે જોડાયેલા ખાતામાં 11 કરોડ 11 લાખ રૂપિયા સીઝ કરવામાં આવ્યા હતા.
સંસ્થા સાથે જોડાયેલા ખાતામાંથી મળ્યા હતા 11 કરોડ
FIITJEE કોચિંગ સંસ્થા બંધ થતા નોઇડા પોલીસે કડક કાર્યવાહી કરી હતી. સંસ્થાના સંચાલકો પર કેસ દર્જ થયા બાદ પોલીસે FIITJEE સાથે જોડાયેલા બેન્ક ખાતાને સીઝ કરી દીધા હતા. કેટલાક બેન્ક ખાતાને પણ ફ્રીઝ કરવામાં આવ્યા હતા.
નોઇડાના સેક્ટર 58માં FIITJEEના માલિક દિનેશ ગોયલ અને અન્ય સંચાલકો પર ક્લાસ બંધ થયા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં દિનેશ ગોયલ સહિત 8 લોકો વિરૂદ્ધ ગુનાહિત ષડયંત્ર અને છેતરપિંડી જેવા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા.
એન્જિનિયરિંગ અને મેડિકલ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવનારી કોચિંગ સંસ્થા FIITJEEના કેટલાક સેન્ટર અચાનક બંધ થવાના સમાચાર સામે આવ્યા હતા. કેટલાક સેન્ટર પણ બંધ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓને પગાર ના આપવામાં આવતા આ કોચિંગ સંસ્થાના અસ્તિત્ત્વ પર સવાલ ઉભા થયા હતા.