મહેસાણામાં દેદીયાસણ GIDC સ્થિત કંપનીમાં આગ લાગી હતી. દેદીયાસણ GIDCમાં આવેલી કલરની કંપનીમાં આગ લાગી હતી. આગને લઈને લાખો રૂપિયાના નુકસાન થયું હોવાની ભીતિ સેવવામાં આવી રહી છે. આગની જાણ થતાં જ મહેસાણા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયા હતા. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જણાવવામાં આવી રહ્યું છે.