દાહોદના ભાઠીવાડા ખાતે નિર્માણાધિન NTPC કંપની ના પ્રોજેક્ટમાં ભીષણ આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમ પહોંચી હતી, ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. તો બીજી તરફ સંતરામપુર ખાતેથી આવી રહેલા ફાયર ફાઈટરના ચાલકે પલ્ટી મારી હતી. દુર્ઘટનામાં ફાયર ફાઈટરને નાની મોટી ઈજા પહોંચી હતી. ફાયર ફાયટર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.