બોટાદ નગરપાલિકાના ફાયર સેફ્ટી ઓફિસર, રાજુભાઈ ધાંધલે, ફેસબુક પર એક વિડીયો પોસ્ટ કરીને ચીફ ઓફિસર પીજી ગોસ્વામી પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિડીયોમાં તેમણે જણાવ્યું છે કે ચીફ ઓફિસર ફાયર સેફ્ટી સુવિધા સંબંધિત મુદ્દાઓ પર પદાધિકારીઓ અને મીડિયાને ગેરમાર્ગે દોરતા રહ્યા છે.
રાજુભાઈ ધાંધલે કહ્યું કે, બોટાદમાં શહેરી બસ સેવાના ગેરકાયદેસર સંચાલન અંગેના મુદ્દાથી નગરપાલિકાના ચીફ ઓફિસર પીજી ગોસ્વામી દ્વારા ફાયર સેફ્ટી ઓફિસરને માનસિક ટોર્ચર કરતા હોવાનો કર્યો આક્ષેપ કરાયો છે. 15મા નાણાપંચ અંતર્ગત તૈયાર થયેલ ફાયર સેફટી વાહન છેલ્લા દોઢમાસથી ધૂળ ખાઈ રહ્યું હોવા છતાં ડીલીવરી લેવામાં ચીફ ઓફિસર ઠાગાઠૈયા કરી રહ્યા છે. ગેરકાયદેસર સીટી બસ સેવા સંચાલનના બિલ ચૂકવવા તે વાહનની ડિલિવરી લેવામાં આવી ન હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, જાહેર જનતા અને નગરજનોની સલામતી માટે આ વિડિયો જાહેર કરી facebook પોસ્ટ કર્યો હોવાનો ખુલાસો કર્યો છે.