ગુજરાતમાં મહેસાણા જિલ્લાના પાલાવાસણા ગામ નજીક હિંમતનગર હાઇવે પર આવેલા અમદાવાદ-વિરમગામ રેલવે લાઇનના ઓવરબ્રિજ પર આજે ડમ્પરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર ડમ્પરમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી હતી.
આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
આગના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યાં હતા.