Home / World : Angry over divorce, man pours petrol on metro train, sets it on fire

VIDEO: પત્ની સાથે છુટાછેડા થતાં આવ્યો ગુસ્સો, મેટ્રો ટ્રેનમાં પેટ્રોલ છાંટી આગ લગાવતા 22 લોકો ઈજાગ્રસ્ત

માણસના જીવનમાં તમામ પ્રકારના દુઃખ અને મુશ્કેલીઓ આવે છે. આ દરમિયાન ઘણીવાર લોકો અમુક એવા પગલાં ભરી લે છે, જેનાથી બીજાના જીવને પણ જોખમમાં મૂકી દે છે. આવો જ એક ચોંકાવનારો કેસ સાઉથ કોરિયાના સિયોલથી સામે આવ્યો છે. અહીં એક 67 વર્ષીય વ્યક્તિ પોતાની પત્ની સાથેના વિવાદ અને છૂટાછેડાના કારણે એટલો ગુસ્સામાં આવી ગયો કે, તેણે ચાલતી મેટ્રો ટ્રેનમાં આગ લગાવી દીધી. આ ચોંકાવનારો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુસ્સામાં આગ લગાવી દીધી

મળતી માહિતી મુજબ, આરોપીનું નામ વોન જણાવવામાં આવી રહ્યું છે. તે સિયોલમાં એક મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પોતાની પત્ની સાથેના છૂટાછેડાને લઈને તે ખૂબ જ પરેશાન હતો અને ગુસ્સામાં આવીને તેણે મેટ્રો સ્ટેશનના ડબ્બાની અંદર પેટ્રોલ છાંટીને પોતાને આગ લગાવી દીધી. ચોંકાવનારી વાત એ છે કે, આગ લગાવતા પહેલા તેણે પોતાના જ કપડાને સળગાવ્યા અને બાદમાં આગ ચારેબાજુ ફેલાઈ ગઈ અને મેટ્રોની અંદર નાસભાગ મચી ગઈ.

129 લોકોની ઘટનાસ્થળે કરાઈ સારવાર

આરોપી દ્વારા આગ લગાવવાની ઘટનામાં 22 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી સામે આવી છે. જોકે, 129 અન્ય મુસાફરોને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈનું મોત નથી નિપજ્યું. જોકે, આ ઘટનામાં મેટ્રોનો એક ડબ્બો સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયો, જેના કારણે આશરે 330 મિલિયન વૉન (લગભગ 2 કરોડ) રૂપિયાનું નુકસાન થયું છે. અધિકારીઓએ તુરંત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વિડિયો

આગ લાગવાની ચોંકાવનારી ઘટનાનો વિડિયો મેટ્રોમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાઈરલ થઈ ગયો છે.

Related News

Icon