
તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ મૃતકોનો આંકડો વધીને 34 થઇ ગયો છે. સંગારેડ્ડીના પસામૈલારામ ફેઝ 1માં સ્થિત સિગાચી ફાર્મા પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થયો હતો જે બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ દરમિયાન ફેક્ટરીમાં રહેલા કેટલાક કર્મચારીઓના મોત થયા છે.
31 લોકો જીવતા સળગ્યા
SP પારીતોષ પંકજ અનુસાર, 'કેટલાક કલાકોની મહેનત બાદ જ્યારે આગ પર કાબુ મેળવવામાં આવ્યો અને ફેક્ટરીનો કાટમાળ હટાવવામાં આવ્યો તો કેટલીક લાશો દબાયેલી મળી હતી. ફેક્ટરીમાં કામ કરનારા 31 કર્મચારી જીવતા સળગી ગયા હતા જ્યારે 3 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
https://twitter.com/PTI_News/status/1939571433258324296
મુખ્યમંત્રી ઘટનાસ્થળે પહોંચ્યા
તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી પણ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. મંગળવાર સવારે સ્વાસ્થ્ય મંત્રી સી દામોદર રાજા નરસિમ્હાએ તેની જાણકારી આપી છે.ફેક્ટરીમાં લાગેલી આગની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે જેમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળે છે.
રિએક્ટરમાં વિસ્ફોટ બાદ લાગી હતી આગ
આ ઘટના સોમવાર સવારે બની હતી. સિગાચી ફાર્મા પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનને કારણે રિએક્ટરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને ફેક્ટરી આગની ઝપટમાં આવી ગઇ હતી. આ ઘટના દરમિયાન કેટલાક કર્મચારી રિએક્ટર પાસે હાજર હતા જ્યારે કેટલાક કર્મચારી જીવ બચાવીને બહાર નીકળી ગયા હતા પણ આગની જ્વાળામાં આવી જતા ઘાયલ થયા હતા.
https://twitter.com/PTI_News/status/1939560302372438412