
મહેસાણા જીલ્લાના ઝુલાસણના ધારપુરમાં ભરચોમાસે એક ખાનગી કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી હતી. આગમાં કંપનીનો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઇ ગયો હતો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.
મહેસાણા જીલ્લાના ઝુલાસણના ધારપુરમાં એક ખાનગી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગના ગોટેગોટા જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આગથી કંપનીમાં રહેલો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થયો હતો. મહેસાણા ફાયર ફાઇટર સહિત અન્ય ફાઇર ફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવાયો હતો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.