
Amreli news: પાડોશી રાજ્ય રાજસ્થાનના અજમેર શહેરમાં આજે હોટલમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એવી ભીષણ હતી જેમાં અમરેલી જિલ્લાના ત્રણ લોકોનાં મોત થયા હતા. અમરેલીના લાઠીના ત્રણ લોકોએ આ આગમાં જીવ ગુમાવ્યો હતો. લાઠીમાં રહેતા પતિ-પત્ની અને પુત્ર રાજસ્થાનના અજમેર શરીફ દર્શન માટે ગયા હતા. ત્યાં જે હોટલમાં રોકાયા હતા ત્યાં આગ લાગતા ત્રણેયનાં મોત હતા.
મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના અજમેરની નાઝ હોટલમાં આગ લાગવાની ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી હતી. જેમાં પતિ, પત્ની અને તેઓનો પુત્ર ત્રણ વર્ષનું આગ લાગવાથી મોત થયું હતું. પતિ પત્ની પુત્ર ત્રણેય હોટલમાં હતા તે સમય આગ લાગી હતી.એસીમાં બ્લાસ્ટ થવાના કારણે ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. અનેક લોકોએ હોટલમાંથી જીવ બચાવવા કૂદ્યા હતા. લાઠીના એકજ પરિવારનાં 3 લોકોએ જીવ ગુમાવતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્રણેય મૃતદેહોને આવતીકાલે વતન લાઠી લાવવામાં આવી શકે છે.