મહેસાણા જિલ્લામાં નાની કડીમાં ઘર આંગણે પડેલી ગાડીમાં કેટલાક શખ્સો દ્વારા તોડફોડ કરાઇ હતી. નાની કડીમાં દેવ બંગ્લોઝ ખાતે અંગત અદાવત રાખી કેટલાક શખ્સો દ્વારા ઘર આંગણે પડેલી ગાડીના કાચ તોડયા. મિલન પટેલ નામના યુવકના ઘર આગળ પાર્ક કરાયેલ ગાડીમાં તોડફોડ કરાઈ. થોડા સમય પહેલા તેજેન્દ્ર નામના યુવક અને ફરિયાદી મિલન વચ્ચે મારામારી થઈ હતી. જેનો ગુસ્સો રાખી તેજેન્દ્ર સહિત અન્ય બે શખ્સ બાઈક ઉપર આવ્યા હતા અને ગાડીમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટના મામલે તેજેન્દ્ર નામના શખ્સ વિરુદ્ધહ લેખિતમાં ફરિયાદ અપાતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.