ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાને 4.25 કરોડથી વધુની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે.આ કલાત્મક મુગટ અમદાવાદની શ્રીહરિ ક્રિએશન કંપનીના 10થી વધુ કારીગર દ્વારા બનાવવામાં આવ્યો છે. મુગટનું વજન 3 કિલો છે અને તેમાં 700 ગ્રામ હીરા જડવામાં આવ્યા છે.
મુગટનું વજન 3 કિલો
મુગટને બનાવતા લગભગ 3 માસનો સમય લાગ્યો હતો. કારીગરોએ 30 લાખ રૂપિયાની મજૂરી પણ માફ કરી દીધી છે.મુગટમાં કલગી અને કુંડળ સહિત નવરત્નો જડેલા છે. આ મુગટ ભક્તો દ્વારા અર્પણ કરાયેલા સોના-ચાંદીના દાગીનામાંથી બનાવવામાં આવ્યો છે. આજે ભગવાનને પહેરાવવામાં આવેલા આ મુગટથી મંદિરની શોભામાં વધારો થયો છે. ભક્તોની શ્રદ્ધાના પ્રતીક સમાન આ મુગટથી ભગવાન શામળિયો વધુ ઝળહળી રહ્યા છે.