
ગુજરાતના સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના જીવા ગામે અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનામાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણેૉ માલઢોર ચરાવવા જેવી નજીવી બાબતે 09થી વધુ લોકોએ ફાયરિંગ કર્યું હોવાનું મનાય છે.
4માંથી 2ની સ્થિતિ અત્યંગ ગંભીર
4 લોકો જે ઈજાગ્રસ્ત થયા હતા તેમાં બેની હાલત ગંભીર છે.ઘટનાની જાણ થતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમે તપાસ શરૂ કરી છે. ફાયરિંગ કરનારા નવ લોકો ફરાર થઈ ગયા છે. પોલીસ તમામ ફરાર લોકોને ઝડપવાની પ્રક્રિયા હાથ ધરી છે.