Home / Gujarat / Ahmedabad : Woman who jumped from fourth floor of Orchid Apartment dies during treatment at Civil Hospital

VIDEO: અમદાવાદમાં ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ચોથા માળેથી કૂદેલી મહિલાનું સારવાર દરમિયાન મોત

અમદાવાદના હાંસોલ વિસ્તારમાં ઈન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવાર (29મી એપ્રિલ) ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ આગમાં પોતાનો જીવ બચાવવા માટે વિનીતા રામચંદાની નામની મહિલા ચોથા માળેથી કૂદ્યા હતા, જેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ  આજે (30મી એપ્રિલ) સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

4 જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ 

મળતી માહિતી અનુસાર, આત્રેય ઓર્ચિડમાં લાગેલી આગમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 52 વર્ષીય વિનીતા રામચંદાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે, જ્યારે અન્ય 4 જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.

વિનીતા રામચંદાની નામની મહિલા ચોથા માળેથી કૂદી હતી

ઉલ્લેખનીય છે કે, એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હતી. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા અને અંદર ફસાયેલા 27 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. 


Icon