Home / India : Rain wreaks havoc in Himachal Pradesh, 10 dead so far, 34 missing

હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર, અત્યાર સુધી 10ના મોત, 34 ગુમ

હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર, અત્યાર સુધી 10ના મોત, 34 ગુમ

હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો કહેર સતત ચાલુ છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 24 ક્લાકમાં વરસાદે રાજ્યમાં ભારે વિનાશ સર્જ્યો છે. 16 સ્થળોએ વાદળ ફાટવાનાં કારણે ત્રણ સ્થળોએ અચાનક પૂર અને ભૂસ્ખલનના કારણે લગભગ પાંચ લોકોના મોત થયા છે. વરસાદ પછી સર્જાયેલી પરિસ્થિતિના કારણે અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે. તેમજ લગભગ 34 લોકો ગુમ છે, જેમાંથી 11 લોકો પાણીમાં તણાઈ ગયા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

છેલ્લા 11 દિવસમાં ભારે વરસાદનાં કારણે રાજ્યમાં કુલ 356.67 કરોડનું નુકસાન થયું છે. તેમજ વરસાદના કારણે સૂબેના મંડી જિલ્લામાં ભારે તબાહી સર્જાઈ છે. મંડીમાં છેલ્લા 32 કલાકમાં રેસ્ક્યુ ઓપરેશનમાં 316 લોકોને બચાવવામાં આવ્યા છે. સત્તાવાર અહેવાલો અનુસાર, મંડીમાં વાદળ ફાટવાની કુલ 10 ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે ભારે વિનાશ, જાનહાનિ અને માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. 

ભારતીય હવામાન વિભાગે 2 જુલાઈના રોજ પૂર્વી રાજસ્થાન, ગુજરાત ક્ષેત્ર, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાન સહિત ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

Related News

Icon