Home / Entertainment : Salman's unemployed friends are reason why his films flopping, says the actor's big claim

સલમાનની ફિલ્મો સતત ફ્લોપ જવાનું કારણ તેના બેરોજગાર મિત્રો છે, આ અભિનેતાએ કર્યો મોટો દાવો

સલમાનની ફિલ્મો સતત ફ્લોપ જવાનું કારણ તેના બેરોજગાર મિત્રો છે, આ અભિનેતાએ કર્યો મોટો દાવો

સલમાન ખાન સાથે ફિલ્મ 'અંદાજ અપના અપના' અને 'ભારત' જેવી ફિલ્મોમાં રોલ અદા કરી ચૂકેલા અભિનેતા શહઝાદ ખાને હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ ફ્લોપ જવા પર પ્રતિક્રિયા આપી છે. તેમનું માનવું છે કે, સલમાન ખાનની ફિલ્મો એટલા માટે ફ્લોપ જઈ રહી છે કારણ કે, તેઓએ સ્ક્રિપ્ટિંગમાં એવા લોકોને તેમની સાથે બેસાડ્યા છે, જેમની પાસે કોઈ કામ જ નથી. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, ભલે સલમાન ખાનની ફિલ્મો ફ્લોપ થઈ રહી હોય, પરંતુ સલમાન ક્યારેય ખતમ નહીં થાય. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'...પરંતુ સલમાન ખાન ક્યારે ખતમ નહીં થાય'

તાજેતરમાં ઈન્ટરવ્યૂ દરમિયાન શહઝાદને સલમાનની ફ્લોપ ફિલ્મો પર પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં અભિનેતાએ કહ્યું કે, 'આ બધુ બકવાસ છે. એ વાત અલગ છે કે, તેમની ફિલ્મો નથી ચાલી રહી, પરંતુ સલમાન ખાન ક્યારે ખતમ નહીં થાય. જ્યાં સુધી ઈશ્વર તેમને બોલાવી નહીં લે ત્યાં સુધી તેઓ ચાલતા રહેશે. તેમની ફિલ્મો આવશે અને સુપર ડુપર હિટ રહેશે. સલમાન ખાનને ખતમ થવાની વાત કરવી આ સંપૂર્ણ રીતે બકવાસ છે. તેમના વિરુદ્ધ બોલીને લોકો યુ-ટ્યુબ પર પોતાની દુકાન ચલાવી રહ્યા છે. આપણે તેમને ગંભીરતાથી ન લેવું જોઈએ. '

વધુમાં તેમણે કહ્યું કે, 'તેમની જે પણ સ્ક્રિપ્ટ ખરાબ રહી છે. એ એટલા માટે કારણે કે, જે લોકો તેમની સાથે બેઠા છે, તેમની પાસે કોઈ કામ નથી. હું કોઈનું નામ કહેવા નથી માંગતો, પરંતુ એક એક્ટર છે, જેને તેમણે સિકંદરમાંથી બ્રેક આપ્યો છે. આ વ્યક્તિએ કહ્યું હતું, કે ભાઈ મારી પાસે કામ નથી, અને સલમાન કહ્યું સિકંદર કરો. એટલે કે સલમાન કોઈ પણ સ્વાર્થ વગર મદદ કરે છે. જે વફાદારી નથી ઈચ્છતા. તેમનું માનવું છે કે, ઉપરવાળો આપે છે, તેઓ ક્યારેય કોઈ સ્વાર્થ માટે મદદ નથી કરતાં.'

તેઓ વધુમા કહે છે કે, 'સલમાન ખાન હંમેશા દરિયાદિલી માટે જાણીતો છે. તેમણે બોબી દેઓલ, ફરાજ ખાન, મહેશ માંજરેકર જેવા લોકોની મદદ કરી છે.' સલમાનની સિકંદર 30 માર્ચના રોજ રિલીઝ થઈ હતી. જો કે, બોક્સ ઓફિસ પર ફિલ્મ ખાસ કમાલ બતાવી ન શકી. જેના કારણે થોડા દિવસોમાં જ ફિલ્મને સિનેમાઘરોમાંથી ઉતારી દેવામાં આવી હતી. 

Related News

Icon