
તમિલનાડુના મદુરાઇમાં પાડોશી વિરૂદ્ધનગર જિલ્લામાં એક મંદિર ઉત્સવમાં ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગને કારણે 107 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધાની હાલત અત્યારે સ્થિર છે. કેટલાક લોકોને વિરૂદ્ધનગરની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓ હાલમાં ઘટનાની તપાસ કરકી રહ્યાં છે.
તમિલનાડુમાં ફૂડ પોઇઝનિંગ
તમિલનાડુના મદુરાઇ પાસે આવેલા વિરૂદ્ધનગર જિલ્લામાં મંદિર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભોજન લીધા બાદ તરત જ ઘણા દર્દીઓને ઉલટી અને ઝાડા થવા લાગ્યા હતા. શરૂઆતમાં કેટલાક લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ સ્થિતિ વધારે બગડતા તેમને મદુરાઇ સરકારી રાજાજી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
https://twitter.com/ANI/status/1932781748342988805
સારવાર લઇ રહેલા એક દર્દીએ કહ્યું કે, "મેં ફક્ત શાકાહારી ખોરાક ખાદ્યો હતો. મને ખબર નથી કે શું ખોટું થયું.' અન્ય એક મહિલા દર્દીએ કહ્યું કે, "ડોક્ટરોએ સાવચેતી તરીકે અમને દવા પણ આપી છે." આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, દાખલ કરાયેલા લોકોમાં 55 મહિલાઓ અને 11 બાળકો છે.
GRHના ડોકટરોને ફૂડ પોઇઝનિંગની શંકા છે, જે કદાચ દૂષિત પીવાના પાણી સાથે જોડાયેલી છે. જોકે, તબીબી અધિકારીઓએ કોઈપણ જીવલેણ જોખમને નકારી કાઢ્યું છે.એક વરિષ્ઠ ડોકટરે ખાતરી આપી કે દર્દીઓ સ્થિર છે અને નિરીક્ષણ હેઠળ છે.